આમચી મુંબઈ
ડ્રગ પાર્ટી કેસમાં એકનાથ ખડસેના જમાઇને કોર્ટે જામીન આપ્યા

પુણે: પુણેની કોર્ટે ડ્રગ પાર્ટી કેસમાં ગુરુવારે રાજ્યના ભૂતપૂર્વ પ્રધાન એકનાથ ખડસેના જમાઇ ડો. પ્રાંજલ ખેવલકરના જામીન મંજૂર કર્યા હતા.
એડિશનલ સેશન્સ જજ જે. જી. દોરલેએ સહ-આરોપી પ્રાચી ગુપ્તા અને શ્રીપાદ યાદવને પણ જામીન આપ્યા હતા, એમ બચાવપક્ષના વકીલ પુષ્કર સુર્વેએ કહ્યું હતું.
આ પણ વાંચો: રેવ પાર્ટીના કેસમાં ખડસેના જમાઈની ધરપકડ શંકાસ્પદ: સંજય રાઉત
પુણે પોલીસની ક્રાઇમ બ્રાન્ચે ખરાડી વિસ્તારમાં સ્ટુડિયો અપાર્ટમેન્ટ ખાતે 27 જુલાઇએ મળસકે રેઇડ પાડી હતી અને ત્યાં ચાલતી ડ્રગ પાર્ટીનો પર્દાફાશ કર્યો હતો.
દરમિયાન ખેવલકર અને અન્ય છ જણની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે દાવો કર્યો હતો કે રેઇડ દરમિયાન કોકેઇન, ગાંજોે, હુક્કા અને દારૂની બોટલો જપ્ત કરાઇ હતી.
(પીટીઆઇ)