આમચી મુંબઈ

ગઢચિરોલીમાં પોલીસકર્મીઓને ફરજ બજાવતા રોકવા બદલ આઠ આંદોલનકારીની અટકાયત

ગઢચિરોલી: ગઢચિરોલી જિલ્લામાં પોલીસ સ્ટેશન તરફ જઇ રહેલા પોલીસ કર્મચારીઓને રોકવા બદલ ખાણકામ વિરોધી આંદોલનમાં સામે આઠ જણની સોમવારે અટકાયત કરવામાં આવી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
ગઢચિરોલીના સૂરજાગડ ખાતે છ ખાણો સામે ૭૦થી વધુ ગામના રહેવાસીઓ તોડગટ્ટા ગામમાં છેલ્લા ૨૫૦ દિવસથી આંદોલન કરી રહ્યા છે.
ગઢચિરોલી પોલીસે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર-છત્તીસગઢ બોર્ડર પર એટાપલ્લી તાલુકામાં વાંગેતુરી ખાતે પોલીસ સ્ટેશનનું સોમવારે ઉદ્ઘાટન થવાનું હતું.
ગટ્ટા ખાતેના પોલીસ કર્મચારીઓ સોમવારે સી-૬૦ ટીમ સાથે તોડગટ્ટા થઇને વાંગેતુરી ખાતે જઇ રહ્યા હતા ત્યારે આંદોલનકારીઓએ તેમને રોક્યા હતા.
દસથી પંદર લોકોએ પોલીસકર્મીઓ સાથે ધક્કામુક્કી
કરી હતી. પોલીસે આ પ્રકરણે આઠ જણની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા કોઇ બળનો ઉપયોગ કરવામાં આવ્યો નહોતો.
ગઢચિરોલી પોલીસે દાવો કર્યો હતો કે કેટલાક નાગરિકોએ ફરિયાદ કરી હતી કે માઓવાદીઓ દ્વારા તેમને આંદોલન કરવા માટે ફરજ પાડવામાં આવી હતી. (પીટીઆઇ)ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button