શિક્ષણ વિભાગનું કામ ઓનલાઈન થશે: શાળા શિક્ષણ પ્રધાન દાદાજી ભૂસે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શિક્ષકો અને બિન-શૈક્ષણિક કર્મચારીઓને છઠ્ઠા વેતન પંચના બાકી હપ્તાઓ ચૂકવવા અંગે 12 જૂન 2009 અને 17 ફેબ્રુઆરી 2021ના સરકારી નિર્ણયો અનુસાર જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. અમરાવતી વિભાગમાં એનપીએસ નંબર મોડા મેળવનારા કુલ 108 કર્મચારીઓના છઠ્ઠા વેતન પંચના હપ્તા ચૂકવવાની પ્રક્રિયા ચાલી રહી છે અને આ પ્રક્રિયા 31 માર્ચ સુધીમાં પૂર્ણ થશે. શાળા શિક્ષણ ખાતાના પ્રધાન દાદાજી ભૂસેએ વિધાન પરિષદમાં જણાવ્યું હતું કે ‘શિક્ષકો અને બિન-શૈક્ષણિક કર્મચારીઓને પડતી અન્ય સમસ્યાઓના નિરાકરણ માટે શાળા શિક્ષણ વિભાગનું કાર્ય શક્ય તેટલું ઓનલાઈન બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.’
આ પણ વાંચો: રાજ્યમાં સરકારી શાળાઓનું એકત્રિકરણ કરવાનો શિક્ષણ વિભાગનો પ્રસ્તાવ
આ પ્રશ્ર્નના જવાબમાં પ્રધાન ભૂસેએ જણાવ્યું હતું કે, શિક્ષકોના બાકી હપ્તાઓ ચૂકવવા માટે એનપીએસ અથવા ડીસીપીએસ એકાઉન્ટ પસંદ કરવું અને તેનો નંબર મેળવવો ફરજિયાત છે. શાળા શિક્ષણ વિભાગને લગતા વિવિધ કાર્યો સમયસર પૂર્ણ થાય તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવાનું જણાવતા તેમણે એમ પણ કહ્યું હતું કે નજીકના ભવિષ્યમાં વિભાગની કામગીરીમાં સકારાત્મક ફેરફારો જોવા મળશે.