ખાદ્યતેલનું ઉત્પાદન ૩૦ ટકા ઘટ્યું ૧૦ દિવસમાં તેલના
ભાવમાં ૨૦ ટકાનો ઉછાળો
મુંબઈ: ફળો-શાકભાજી મોંઘાં થયાં અને તુવેરદાળ પણ કમોસમી વરસાદને કારણે મોંઘી થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. એવામાં હવે ખાદ્યતેલનું ઉત્પાદન ૩૦ ટકા ઘટવાને કારણે તેમાં ૨૦ ટકાનો વધારો થવાને કારણે દેશમાં મોંઘવારીનાં ચિહ્નો જણાઇ રહ્યાં છે.
તેલીબિયાંની વાવણી કર્યા બાદ અનિયમિત રીતે થતા વરસાદને કારણે ખાદ્યતેલનું ઉત્પાદન ઘટ્યું છે અને તેના કારણે ભાવમાં વધારો થયો છે. ખાદ્યતેલનો સૌથી વધુ વપરાશ આખા વિશ્ર્વમાંથી ભારતમાં થાય છે. જોકે ભારતમાં જેટલી માગ છે તેના કરતાં ૪૦થી ૪૫ ટકા જ ખાદ્યતેલ તૈયાર થાય છે. બાકીનું તેલ આયાત કરવામાં આવે છે. જોકે આયાત થતાં તેલમાંથી અંદાજે ૬૫ ટકા પામતેલનો સમાવેશ થાય છે. ભારતમાં તૈયાર થતા ૪૫ ટકા ખાદ્યતેલમાં અંદાજે પચીસ ટકા સોયાબીન અને ત્યાર બાદ અન્ય તેલનો વપરાશ થાય છે.
આ તમામ પાર્શ્ર્વભૂમિ પર દેશઆખામાં હાલમાં તેલીબિયાંના વાવણી ક્ષેત્રમાં ૧૦ વર્ષની સરેરાશ તુલનામાં ૦.૬૯ ટકાનો ઘટાડો થયો હોવાથી સૌથી માગણી હોય એવા સોયાબીન વાવણીમાં ૧૦ વર્ષની સરેરાશ તુલનામાં ૦.૯૬ ટકાનો વધારો થયો હતો. ગયા વર્ષ કરતાં ૧.૧૮ લાખ હેક્ટર પર સોયાબીનની વાવણી વધુ થવાથી રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા મિશને જણાવ્યું હતું.