વસઈ-વિરારમાં ઈડીના દરોડાઃ ભૂતપૂર્વ કોર્પોરેટરની ગેરકાયદે ઈમારતો રડાર પર

વસઈઃ મુંબઈ નજીક આવેલા વસઈ વિરારમાં 41 ગેરકાયદેસર ઇમારતો બની ગઈ અને સ્થાનિક તંત્રને ખબર જ ન પડી ત્યારે હવે એન્ફોર્સમેન્ટ ડિરોક્ટોરેટ (ઈડી)ની રેડથી ખળભળાટ મચી ગયો છે. સરકારી જમીન પર આટલી બધી ઇમારતો ઉભી થઈ રહી હતી ત્યારે વહીવટીતંત્ર કેવી રીતે ઊંઘતું હતું તે અહેવાલોએ સૌનુ ધ્યાન ખેંચ્યું હતું. હવે EDએ આ કેસમાં દરોડા પાડ્યા છે.
વસઈ વિરારમાં 41 ગેરકાયદેસર ઇમારતોનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો. આટલી બધી ઇમારતો બનાવવામાં આવી. એપાર્ટમેન્ટ વેચાયા પછી, અધિકારીઓને ખ્યાલ આવ્યો કે જમીન સરકારી માલિકીની છે. બહુજન વિકાસ આઘાડી પાર્ટીના ભૂતપૂર્વ કોર્પોરેટર સીતારામ ગુપ્તા સામે કાર્યવાહી કરવામાં આવી હતી. હવે આ કેસમાં EDએ ગુપ્તા પર દરોડા પાડ્યા છે.
બહુજન વિકાસ આઘાડી પાર્ટીના ભૂતપૂર્વ કોર્પોરેટર સીતારામ ગુપ્તાએ ગેરકાયદેસર ઇમારતો ઉભી કરીને મોટા ગેરવ્યવહારો કર્યાની ચર્ચાઓ છે. EDએ તેમની સામે કેસ નોંધ્યો છે. ગુપ્તા પર મની લોન્ડરિંગનો આરોપ મૂકવામાં આવ્યો છે. ED એ વસઈ વિરારમાં 13 સ્થળોએ મોટી સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
સીતારામ ગુપ્તાએ વસઈ વિરાર વિસ્તારમાં 41 ગેરકાયદેસર ઇમારતો ઉભી કરી અને લોકોને મકાનો વેચી દીધા. કોર્ટે આ ઇમારતોને ગેરકાયદેસર જાહેર કર્યા પછી, વસઈ વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશને ઈમારતો તોડી પાડી. આનાથી લગભગ 2,500 લોકો બેઘર થયા અને આર્થિક છેતરપિંડીનો ભોગ બન્યા હોવાના અહેવાલોએ છાપામાં સ્થાને લીધું છે. ED એ આ મામલે કેસ નોંધ્યો છે અને હવે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
આપણ વાંચો: ખબરદાર… જો ડ્રોન કે રિમોટ કંટ્રોલ માઈક્રો-લાઈટ ઍરક્રાફ્ટ ઉડાડ્યાં છે તો!
આ કેસ વસંત નગરી, અગ્રવાલ વિસ્તારમાં સર્વે નંબર 22 અને 30 વચ્ચેના પ્લોટનો હતો. આ જમીનનો કેટલોક ભાગ ડમ્પિંગ ગ્રાઉન્ડ અને STP પ્લાન્ટ માટે અનામત રાખવામાં આવ્યો હતો. કેટલીક જમીન બીજા વ્યક્તિના નામે હતી. સીતારામ ગુપ્તાએ 2006 માં આ જમીન પર કબજો કર્યો હતો. ત્યારબાદ તેમણે આ જમીન પર એક મકાન બનાવ્યું. ૨૦૧૦-૧૨માં, અહીં ૪૧ માળની ઇમારતો બનાવવામાં આવી હતી. સીતારામે ફ્લેટ વેચી દીધા. જોકે ત્યારબાદ આ મામલે ઘણી વિગતો બહાર આવી અને કોર્ટકેસ પણ થયા. હવે ઈડીએ કેસ હાથમાં લીધો છે.