ચૂંટણી પૂર્વે મહારાષ્ટ્રમાં EDના દરોડાઃ ગુજરાતમાં હાથ ધરાઈ તપાસ
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે 20 નવેમ્બરના રોજ મતદાન થવાનું છે, એ પાહેલા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ આજે ગુરુવારે રાજ્યમાં વિવિધ ઠેકાણે દરોડા પડ્યા છે. અહેવાલો મુજબ ચૂંટણીલક્ષી ગેરરીતિ માટે બેંક એકાઉન્ટનો દુરુપયોગ કરનાર માલેગાંવ (Malehaon) સ્થિત વેપારી પર મની-લોન્ડરિંગની તપાસ માટે રાજ્યમાં દરોડા પાડવામાં આવ્યા છે, આ ઉપરાંત પડોશી રાજ્ય ગુજરાતમાં પણ દરોડા પાડવામાં આવ્યા છે. બંને રાજ્યોમળીને 24 સ્થળોએ તપાસ કરવામાં આવી રહી છે.
Also read: રિયલ્ટીની આગેવાનીમાં સાર્વત્રિક ઘટાડો, રોકાણકારોની સંપત્તિમાં ₹ ૭.૩૪ લાખ કરોડનું ધોવાણ
આ સ્થળોએ દરોડા: કેન્દ્રીય એજન્સીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) ની જોગવાઈઓ હેઠળ તાપસ હાથ ધરી છે. મહારાષ્ટ્રના થાણે, વાશી, માલેગાંવ અને નાસિક અને ગુજરાતમાં સુરત અને અમદાવાદમાં વેપારીઓ પર અને શેલ કંપનીઓ સાથે જોડાયેલા સ્થળોએ સર્ચ હાથ ધરવામાં આવ્યું છે. આ કેસમાં કથિત રીતે 125 કરોડ રૂપિયાની મની લોન્ડરિંગ સામેલ છે.
માલેગાંવ સાથે જોડાયેલા છે તાર: સૂત્રોના જણાવ્યા મુજબ કે આ મામલો માલેગાંવમાં ચા અને ઠંડા પીણાની એજન્સી ધરાવતા વેપારી સિરાજ અહેમદ હારુન મેમણ દ્વારા ખોલવામાં આવેલા સંખ્યાબંધ બેંક ખાતા સાથે સંબંધિત છે. EDએ આ કાર્યવાહી માલેગાંવ પોલીસ દ્વારા નોંધાયેલ ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) ને આધારે કરવામાં આવી છે. સ્થાનિક યુવક જયેશ મિસાલ અને અન્ય 11 લોકોની ફરિયાદ પર મેમણ વિરુદ્ધ 7 નવેમ્બરના રોજ પોલીસ કેસ નોંધવામાં આવ્યો હતો.
Also read: ડૉલર અને ટ્રેઝરીની યિલ્ડ મજબૂત થતાં વૈશ્વિક સોનું આઠ સપ્તાહના તળિયે
મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરના રોજ મતદાન થવાનું છે, એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે મેમણ આ બેંક ખાતાઓનો ઉપયોગ ભંડોળના રૂટિંગ માટે કરી રહ્યો હતો. મેમણે કથિત રીતે નાસિક મર્ચન્ટ્સ કોઓપરેટિવ બેંકમાં નવા વ્યવસાય શરૂ કરવાના બહાના હેઠળ કેટલાક લોકોના KYC દસ્તાવેજોના આધારે બેંક ખાતા ખોલાવ્યા હતા.