આમચી મુંબઈ

એરપોર્ટથી દક્ષિણ મુંબઇ સુધી સરળ પ્રવાસ નવો એલિવેટેડ ફલાયઓવર ૧૫મી ફેબ્રુઆરી સુધી તૈયાર થશે

મુંબઈ: છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી દક્ષિણ મુંબઈ પહોંચવું હવે અઠવાડિયામાં સુગમ બની જશે. વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે ઉપરથી વિસ્તારવામાં આવેલા સહાર એલિવેટેડ રોડ મારફત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ટર્મિનલ ટુ (ટી-૨)ને દક્ષિણ મુંબઈ સાથે જોડતો ફ્લાયઓવર ૧૫ ફેબ્રુઆરી સુધીમાં તૈયાર થઈ જવાની સંભાવના છે. ૭૯૦ મીટર લાંબા ફ્લાયઓવરને કારણે દેશી ઉડ્ડયન માટેના ડોમેસ્ટિક ટર્મિનલની બહાર વિલે પાર્લેના ટ્રાફિક સિગ્નલના ગીચ રહેતા વિસ્તારને ચાતરીને આગળ વધવામાં મોટર ચાલકોને આસાની રહેશે. મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ)ના એક અધિકારીએ આપેલી જાણકારી અનુસાર ‘વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે ફ્લાયઓવરની ઉપરથી નીકળતો આ ફ્લાયઓવર છૂટાછવાયા કામને બાદ કરતા લગભગ તૈયાર થઈ ગયો છે. ૧૫ ફેબ્રુઆરીએ એ ખુલ્લો મુકાય એવી ગણતરી છે.’ આ એલિવેટેડ રોડ મોટરિસ્ટો માટે ક્યારે ખુલ્લો મુકવામાં આવશે એ હજી નિશ્ર્ચિત નથી. આ મહિનાના અંતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી કોસ્ટલ રોડ સહિત મુંબઈમાં કેટલાક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવાના છે. એલિવેટેડ ફ્લાયઓવરનો એમાં સમાવેશ હશે કે કેમ એ હજી સ્પષ્ટ નથી. આ ફ્લાયઓવરનું બાંધકામ ૪૮.૪૩ કરોડના ખર્ચે ૨૦૨૧માં શરૂ કરવામાં આવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
ઘરમાં મચ્છરોના ત્રાસથી તમને આ કુદરતી ઉપાય બચાવશે Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર! આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker