પનવેલ અને નવી મુંબઈમાં ભૂકંપ, ૨.૯ની તીવ્રતા | મુંબઈ સમાચાર

પનવેલ અને નવી મુંબઈમાં ભૂકંપ, ૨.૯ની તીવ્રતા

નવી મુંબઈ: મુંબઈના દરિયા કિનારા પટ્ટીના ભૂગર્ભમાં રવિવારે સવારે ભૂકંપના આંચકા જણાયા હતા. ૨.૯ રિક્ટર સ્કેલના આ ભૂકંપના આચંકાની અસર નવી મુંબઈ અને પનવેલની આસપાસના પરિસરમાં જણાઈ હતી. અમુક સેકેંડ સુધી આવેલા આ ભૂકંપના હળવા આંચકાને કારણે પનવેલ અને નવી મુંબઈના નાગરિકોમાં થોડા સમય માટે ભયનું વાતાવરણ નિર્માણ થયું હતું. મુંબઈના દરિયા કિનારા પટ્ટીના ભૂગર્ભમાં આવેલા ભૂકંપની માહિતી પનવેલ મહાપાલિકાના કમિશનરે આપી હતી. રવિવારે સવારે નવ વાગ્યાને ૫૦ મિનિટે આવેલા આ ભૂકંપની સૌથી વધુ અસર પનવેલના ખાડી વિસ્તારોમાં થઈ હતી. ભૂકંપની તીવ્રતાની માત્ર ૨.૯ રિક્ટર સેકલ નોંધવામાં આવી હતી, પરંતુ તેમાં કોઈ પણ પ્રકારનું નુકસાન થયું નથી. નવી મુંબઈ અને પાનવેલ આ વિસ્તાર સિડકો
દ્વારા અહીંની ખાડીમાં માટીનો ભરાવો કરી કરવામાં આવ્યો છે, જેથી અહીંના રહેવાસીઓને પર ભારે વરસાદ અને પૂરનું જોખમ તોળાતું રહે છે.

અનેક વર્ષો બાદ આ પરિસરમાં ભૂકંપના આંચકા જણાયા હતા, તેથી અહીંના લોકોમાં ભય સાથે ચિંતા વધી છે. એક સ્થાનિક નાગરિકે જણાવ્યું હતું કે અમુક સેકંડ માટે તેના ઘરની વસ્તુઓ હલવા લાગી હતી.

Back to top button