મુંબઈની સાંકડી ગલીઓ અને ઝૂંપડપટ્ટીમાંથી કચરો જમા કરવા `ઈ-ઑટો રિક્ષા’
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સાંકડી ગલીઓમાં પહોંચીને ઘર-ઘરમાંથી કચરો ભેગો કરવા અને નાગરિકોની સુવિધા માટે મુંબઈ મહાનગરપાલિકા ઈ-ઑટો રિક્ષા'નો ઉપયોગ કરવાની છે. પ્રાયોગિક ધોરણે ગોવંડી, દેવનારમાં સાંકડી ગલીઓમાં આવેલા ઘરમાંથી કચરો ભેગો કરવામાં
ઈ-ઑટો રિક્ષા’ ઉપયોગી સાબિત થતા પાલિકાએ આગામી સમયમાં સમગ્ર મુંબઈના અન્ય વિસ્તારોમાં પણ ઈ-રિક્ષાનો ઉપયોગ કરવાની છે. મુંબઈમાં ઘરનો કચરો ભેગો કરવા પર પ્રભાવી પોલિસી અમલમાં મુકવાના પાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહેલના નિર્દેશ બાદ ઝૂંપડપટ્ટી વિસ્તારની સ્વચ્છતાને ધ્યાનમાં રાખીને ઈ-ઑટો રિક્ષા'નો પ્રાયોગિક ધોરણે ઉપયોગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તે મુજબ અત્યંત સાંકડા અને ગીચ વસતી ધરાવતા
એમ-પૂર્વ’ વોર્ડમાં પહેલી વખત ઈ-ઑટો રિક્ષા'નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પાલિકાના સ્યુએજ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટના ચીફ એન્જિનિયર પ્રશાંત તાયશેટેએ જણાવ્યા મુજબ
એમ-પૂર્વ’માં ગોવંડી, શિવાજી નગર અને ચિતા કેમ્પ વિસ્તારમાં ઈ-ઑટો રિક્ષા'નો પ્રોજેક્ટ સફળ રહ્યો છે. ઝૂંપડપટ્ટી તેમ જ અત્યંત સાંકડી ગલી હોવાથી અંદરના ભાગમા મોટા જીપ જેવા વાહનો કચરો ભેગો કરવા માટે લઈ જવામાં અત્યંત અડચણ આવતી હોય છે અને ટ્રાફિક જામ પણ થતો હોય છે. તેથી નાની ગલીઓમાં આકારમાં નાની
ઈ-ઑટો રિક્ષા’નો ઉપયોગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હાલ ત્રણ ઈ-ઑટો રિક્ષા'નો ઉપયોગ અહીં કરવામાં આવી રહ્યો છે. પાલિકાના દાવા મુજબ
ઈ-ઑટો રિક્ષા’ના માધ્યમથી સાંકડી ગલીઓમાંથી કચરો ભેગો કરવો એકદમ સુવિધાજનક સાબિત થઈ રહ્યું છે. તેમ જ નાગરિકોને પણ ઘરની નજીક જ ઈ-ઑટો રિક્ષા'માં કચરો નાખવાની સુવિધા મળવાથી રસ્તા પર ગમે ત્યાં કચરો ફેંકવાનું પ્રમાણ ઘટી ગયું છે. સાંકડી ગલીઓમાં પણ સરળતાથી આ વાહન અંદર જતું હોવાથી ટ્રાફિક જામની સમસ્યા પણ રાહત મળી છે.
ઈ-ઑટો રિક્ષા’ને કારણે પ્રદૂષણ થતું નથી. તેમ જ બેટરી પાવર ઈલેક્ટ્રિક મોટર વાપરમાં આવતી હોવાથી કોઈ પણ પ્રકારનું ઈંધણ જ્વલનની પ્રક્રિયા આ વાહન માટે થતી નથી, પરિણામે કાર્બન ઉત્સર્જન થતું નથી. ઈ-વાહનો ચાર્જ કરવા માટે ચોકીની નજીકનો પર્યાય ઉપયોગી સાબિત થયો છે. તેમ જ વાહનોનો કોઈ અવાજ પણ આવતો નથી. પારંપારિક એન્જિન કરતા આ મોટરની દેખરેખ અને સમારકામ માટેનો ખર્ચ પણ સરખામણીમાં ઓછો છે. ઉ