આમચી મુંબઈ

શિવાજી પાર્કની ધૂળની સમસ્યા ૧૫ દિવસ ઉકેલવાનું અલ્ટિમેટમ…

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: દાદરના શિવાજી પાર્ક મેદાનમાંથી ઊડતી ધૂળ સામે સ્થાનિક રહેવાસીઓ અનેક વખત મુંબઈ મહાનગરપાલિકા સમક્ષ ફરિયાદ કરી ચૂક્યા છે, પરંતુ હજી સુધી તેના પર કોઈ નિર્ણય લેવાયો નથી ત્યારે મહારાષ્ટ્ર પોલ્યુશન કંટ્રોલ બોર્ડે શિવાજી પાર્ક મેદાનની ધૂળની સમસ્યાનો આગામી ૧૫ દિવસમાં તાત્કાલિક ધોરણે નિર્ણય લઈને પગલા લેવાનો નિર્દેશ મુંબઈ મહાનગરપાલિકાને આપ્યો છે.

આ પણ વાંચો : પશ્ચિમ રેલવેના સ્ટેશનો પર જોવા મળશે Digital Lounge: શું મળશે સુવિધા?

મહારાષ્ટ્ર પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધ્યક્ષ સિદ્ધેશ કદમે સોમવારે શિવાજી પાર્ક મેદાનની મુલાકાત લીધી હતી અને મેદાનમાંથી ઉડનારી ધૂળને કારણે આજુબાજુના રહેવાસીઓને થતા ત્રાસ બાબતે માહિતી મેળવી હતી અને પાલિકાને આગામી ૧૫ દિવસની અંદર ધૂળને લગતી સમસ્યાનો ઉકેલ લાવવાનો નિર્દેશ આપ્યો હતા.

આ પણ વાંચો : મુંબઈમાં દર વર્ષે 50 કિ.મી.ની મેટ્રો લાઈન શરૂ કરો, બધા જ મેટ્રોનું નવું ટાઈમટેબલ નક્કી કરો: ફડણવીસ

નોંધનીય છે કે તાજેતરમાં જ પાલિકા કમિશનર ભૂષણ ગગરાણીએ શિવાજી પાર્કમાં રહેલી માટીનું સ્તર ઘટાવવા બાબતે પાલિકા પ્રશાસન પ્રયાસમાં હોવાનું કહ્યું હતું. આ દરમિયાન મનસે દ્વારા આગામી દિવસમાં શિવાજી પાર્કમાંથી લાલ માટી હટાવી નહીં તો તેને પાિલકા મુખ્યાલય પર નાખવાની ચીમકી આપવામાં આવી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button