દશેરામાં વરસાદી વિઘ્ન નહીં…

મુંબઈ સહિત થાણે, પાલઘર, રાયગડમાં ત્રીજી ઓક્ટોબર સુધી રાહત રાજ્યમાં અમુક જગ્યાએ ભારે વરસાદની આગાહી
મુંબઈ: મહારાષ્ટ્રમાંં ગત અઠવાડિયે પડેલા મુશળધાર વરસાદ બાદ સોમવારથી વરસાદનો જોર ઓછું થયું હતું. મુંબઈ, થાણે, પાલઘરમાં આઇએમડી દ્વારા ઓરેન્જ અલર્ટ પાછું ખેંચવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર પર નિર્માણ થયેલો ઓછા દબાણના પટ્ટાની તીવ્રતા ઓછી થઇ છે અને તે ખંભાતના અખાત તરફ આગળ વધ્યું છે.
તેથી મહારાષ્ટ્રમાં રવિવાર બાદ વરસાદનું જોર ઘટ્યું હતું. સોમવારે મુંબઈ તેમજ થાણે, પાલઘર જિલ્લામાં આપવામાં આવેલા ઓરેન્જ અલર્ટ પાછું ખેંચવામાં આવ્યું અને મુંબઈગરાને જોરદાર વરસાદમાંથી છૂટકાર્યો મળ્યો હતો. મંગળવારથી અંદાજે ચાર દિવસ મુંબઈ તેમજ પાલઘર, થાણે, રાયગડ જિલ્લામાં મધ્યમ વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી હતી. તેથી દશેરાના પર્વમાં વરસાદનું વિઘ્ન નહીં રહેશે એવો અંદાજ છે.
ત્રીજી ઓક્ટોબર સુધી પાલઘર, થાણે, મુંબઈ, રાયગડમાં મધ્યમ વરસાદ પડવાનો અંદાજ છે, જ્યારે રત્નાગિરીમાં બુધવારથી અને સિંધુદૂર્ગમાં શુક્રવારે અમુક વિસ્તારોમાં મુશળધાર વરસાદ પડી શકે છે. આ સમયગાળા દરમિયાન કોલ્હાપુર, સાતારા વિસ્તારમાં અમુક જગ્યાએ ભારે વરસાદ પડે શકે છે.
મરાઠવાડામાં પરભણી, બીડ, નાંદેડ, હિંગોલી, લાતુર જિલ્લામાં આ અઠવાડિયે ફરી એકવાર વીજળીના કડાકા સાથે વરસાદ પડી સકે છે. સોમવારે વ્યક્ત કરાયેલા અંદાજ અનુસાર છત્રપતિ સંભાજીનગર, જાલના, ધારાશિવ ખાતે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. વિદર્ભમાં પણ બુધવારથી છૂટક વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે વરસાદ પડવાની શક્યતા છે. પાછોતરા વરસાદની રેખા વેરાવળ, ભરુચ, ઉજ્જૈન, ઝાંસી, શહાજહાનપુર ઉપર આવી છે.
આ પણ વાંચો…દશેરા રેલી રદ કરી પૂર પીડિતોને મદદ કરો: ભાજપની ઉદ્ધવ ઠાકરેને સલાહ…