આમચી મુંબઈ

ગણેશોત્સવમાં ૭૨,૨૪૦ ઘરની મૂર્તિનું કૃત્રિમ તળાવમાં વિસર્જનવિસર્જન સ્થળ પર ૫૦૦ મેટ્રિક ટન નિર્માલ્ય એકઠું

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં આ વર્ષે ગણેશોત્સવમાં દસ દિવસના સમયગાળામાં કુલ ૨,૦૫,૭૨૨ ગણેશમૂર્તિના વિસર્જન કરવામાં આવ્યા છે, જેમાંથી ૭૬,૭૦૯ ગણેશમૂર્તિનું કૃત્રિમ તળાવમાં વિસર્જન કરવામાં આવ્યું હતું, જેમાં ઘરમાં ૭૨,૨૪૦ ગણેશમૂર્તિનો સમાવેશ થાય છે.

મુંબઈ મહાનગરપાલિકાએ આપેલા ડેટા મુજબ કૃત્રિમ વિસર્જન સ્થળ પર મૂર્તિનું વિસર્જન કરવાનું પ્રમાણ આ વર્ષે વધી ગયું છે. તો આ વર્ષે નૈસર્ગિક અને કૃત્રિમ વિસર્જન સ્થળ પર મળીને કુલ ૫૦૦ મેટ્રિક ટન નિર્માલ્ય સંકલન પણ કરવામાં આવ્યું હતું.

પર્યાવરણપૂરક ગણેશોત્સવને પ્રોત્સાહન આપવા માટે આ વર્ષે મૂર્તિના વિસર્જન માટે ૬૯ નૈસર્ગિક સ્થળ સહિત કુલ ૨૦૦ કૃત્રિમ વિસર્જન સ્થળ પર પણ મૂર્તિઓના વિસર્જન કરવામાં આવ્યા હતા. ગણેશોત્સવના દસ દિવસમાં સાર્વજનિક, ઘરના, હરતાલિકા અને ગૌરી આ મૂર્તિનું વિસર્જન કૃત્રિમ તળાવના ઠેકાણે કરવામાં આવ્યું છે. સાર્વજનિક ગણેશોત્સવ મંડળોએ પણ કૃત્રિમ તળાવ પર પસંદગી ઉતારી હતી. કુલ ૧,૯૦૪ ગણેશોત્સવ મંડળોએ કૃત્રિમ તળાવમાં મૂર્તિનું વિસર્જન કર્યું હતું. ઘરની મૂર્તિઓમાં આ વર્ષે સૌથી વધુ ૭૨,૨૪૦ મૂર્તિનું વિસર્જન થયું હતું. તો ૨,૫૬૫ હરતાલિકા અને ગૌરીનું વિસર્જન કૃત્રિમ તળાવના ઠેકાણે કરવામાં આવ્યું હતું.

આ વખતે કૃત્રિમ તળાવમાં દસ દિવસ દરમિયાન ઘરની કુલ ૭૬,૭૦૯ મૂર્તિઓના વિસર્જન કરવામાં આવ્યા હતા, જેમાં દોઢ દિવસના ૨૭,૫૬૪, પાંચ દિવસના ૨૯,૭૯૨, સાત દિવસના ૪,૬૭૭, દસ દિવસની ૧૦,૨૦૭ મૂર્તિનો સમાવેશ થાય છે. દસમા દિવસે નૈસર્ગિક અને કૃત્રિમ તળાવમાં કુલ ૩૯,૭૫૮ મૂર્તિના વિસર્જન થયા હતા, જેમાં સાર્વજનિક મંડળની ૬,૯૫૧, ઘરના ૩૨,૩૪૫ અને ગૌરીની ૪૬૧ મૂર્તિના વિસર્જન થયા હતા. તો દસમા દિવસે કૃત્રિમ તળાવમાં સાર્વજનિક મંડળના ૭૪૦, ઘરના ૧૦,૨૦૭ અને ગૌરીની ૧૬૦ મૂર્તિના વિસર્જન થયા હતા.

પાલિકાના જણાવ્યા મુજબ આ વખતે ગણેશોત્સવમાં મુંબઈના ૨૪ વોર્ડમાંથી ફૂલ, હારનો લગભગ ૫૦૦ મેટ્રિક ટન નિર્માલ્ય ભેગો કરવામાં આવ્યો હતો. મુંબઈના ૨૪૭ નૈસર્ગિક અને કૃત્રિમ તળાવના ઠેકાણે કુલ ૩૭૧ નિર્માલ્ય કલશ રાખવામાં આવ્યા હતા. તેમ જ ૯૮ વાહનોનો ઉપયોગ કરીને આ નિર્માલ્ય ખાતરના ઉત્પાદન માટે મોકલવાની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે. એક મહિનામાં નિર્માલ્યમાંથી ખાતરનું ઉત્પાદન થશે. આ ખાતરનો પાલિકાના ઉદ્યાનમાં કરવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
શ્રેષ્ઠ હવાની ગુણવત્તાવાળા ભારતીય શહેરો ઘરમાં મચ્છરોના ત્રાસથી તમને આ કુદરતી ઉપાય બચાવશે Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર!

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker