આમચી મુંબઈ

નામાંકિત મોબાઈલ કંપનીની ડુપ્લિકેટ એસેસરીઝ વેચતી દુકાનો પર રેઇડ: 2.54 કરોડની મતા જપ્ત

મુંબઈ: નાગપાડા વિસ્તારમાં નામાંકિત મોબાઇલ કંપનીઓની ડુપ્લિકેટ એસેસરીઝ તથા પેનડ્રાઇવ અને મેમરી કાર્ડ વેચતી દુકાનો પર પોલીસે રેઇડ પાડી હતી અને 2.54 કરોડ રૂપિયાની મતા જપ્ત કરી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.

નાગપાડા પોલીસ સ્ટેશનની હદમાં લકડા બજાર તેમ જ શુકલાજી સ્ટ્રીટ ખાતે આવેલી દુકાનોમાં નામાંકિત મોબાઇલ કંપનીઓની ડુપ્લિકેટ એસેસરીઝ ઉપરાંત પેનડ્રાઇવ અને મેમરી કાર્ડ વેચવા માટે સંગ્રહ કરી રાખવામાં આવ્યાં છે.

આપણ વાંચો: Nita Ambaniની કરોડોની ડાયમંડ રિંગ અને અંબોડામાં 20 કેરેટની ડાયમંડ એસેસરીઝ, કિંમત એટલી કે…

દુકાનદારો સોશિયલ મીડિયા પર જાહેરાત આપીને ડુપ્લિકેટ એસેસરીઝ મોટા પ્રમાણમાં લોકોને વેચી રહ્યા છે, એવી માહિતી ક્રાઇમ બ્રાન્ચના સીબી ક્ધટ્રોલને આધારભૂત સૂત્રો પાસેથી મળી હતી, જેને પગલે કાર્યવાહી કરવાનું નક્કી કરાયું હતું.

દરમિયાન આ અંગે ખાતરી કર્યા બાદ પોલીસની બે ટીમ તૈયાર કરવામાં આવી હતી અને બંને ટીમે બુધવારે ઉપરોક્ત દુકાનો પર રેઇડ પાડી હતી. રેઇડ દરમિયાન દુકાનમાંથી ડુપ્લિકેટ એસેસરીઝ તેમ પેનડ્રાઇવ અને મેમરી કાર્ડનો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે દુકાનોમાંથી 2.54 કરોડ રૂપિયાની મતા જપ્ત કરીને ત્રણ જણને તાબામાં લીધા હતા. દરમિયાન કંપનીના પ્રતિનિધિએ આ પ્રકરણે નાગપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેને આધારે કોપીરાઇટ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »
Back to top button