વિઘ્નહર્તાના વિસર્જનમાં વિધ્નઃ આ કારણે હજુ નથી થયું લાલબાગચા રાજાનું વિર્સજન

મુંબઈઃ મુંબઈ અને દુનિયામાં સૌથી પ્રસિદ્ધ માનવામાં આવે છે તે લાલબાગચા રાજાના વિસર્જનમાં અડચણ આવી રહી છે. લોકો મોટી સંખ્યામાં હાજર છે, પરંતુ મહાકાય મૂર્તિનું વિસર્જન કરવાનું અઘરું બની રહ્યું છે.
આ બે કારણે અટક્યું વિસર્જન
મુંબઈના લાલાબાગચા રાજાનાં વિસર્જન માટે લોકો ગઈકાલે બપોરે લોઅર પરેલથી ગિરગાંવ ચોપાટી માટે નીકળા હતા. ખૂબ જ મોટી સંખ્યામાં લોકો આ વિસર્જનયાત્રામાં જોડાયા હતા. જોકે બાપ્પાનું વિસર્જન આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી થઈ શક્યું નથી. સુરક્ષાના કારણોસર તેમના શરીર પરના સોનાના દાગીના વગેરે ઉતારી લેવામાં આવ્યા છે.
વિસર્જનમાં વિલંબ માટે બે કારણો જવાબદાર છે. એક તો મુંબઈમાં વરસાદી માહોલ ઘણા સમયથી છે એટલે દરિયામાં ઓટ નથી આવી રહી. પાણીનું સ્તર નીચે જાય તેની રાહ જોવાઈ રહી છે. બીજું મહત્વનું કારણ એ છે કે આ વખતે બાપ્પાના વિસર્જન માટે જે લાકડાની બોટ(ક્રેઈન સાથેનું સ્ટેજ) બનાવવામાં આવે છે, તે પહેવીરા ગુજરાતથી લાવવામાં આવ્યું છે. આ બોટ બરાબર બની નથી અને જે ક્રેઈન દ્વારા મૂર્તિ સમુદ્રમાં ઉતારવામાં આવે છે તે કામ થઈ શક્યું નથી.
અહીં હાજર શ્રદ્ધાળુઓ ઘણી મહેનત કરી રહ્યા છે અને કલાકોથી અટવાયા છે, પરંતુ થઈ રહ્યું નથી ત્યારે એક તો ભરતી ઘટે તો પણ મદદ મળી શકે તેમ છે, તેવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
દરમિયાન અહીં બીજા ગણપતિ મંડળોના ગણપતિનું વિસર્જન થઈ ગયું છે. દસ દિવસ બાપ્પાને લાડ લડાવી તેમની મૂર્તિને સમુદ્રમાં પધરાવે છે.
આપણ વાંચો: અગલે બરસ જલદી આનાઃ ઢોલ-તાશા અને ડીજેના તાલે દેશભરમાં ‘બાપ્પા’નું ભવ્ય વિસર્જન