આમચી મુંબઈ

પાલિકાના શિક્ષણ વિભાગની શાળાઓ પર તવાઈ, આ કારણે આપી નોટિસ

મુંબઈ: મુંબઈ મહાનગર પાલિકાના શિક્ષણ વિભાગે 85 ટકાથી ઓછું પરિણામ લાવનારી સ્કૂલ પર લાલ આંખ કરવામાં આવી છે. માર્ચ 2023માં લેવાયેલી દસમા ધોરણની પરીક્ષામાં મુંબઈ મહાનગરપાલિકાની જે શાળાઓનું પરિણામ 85 ટકાથી ઓછું આવ્યું છે એવી 88 શાળાના પ્રિન્સીપાલને (મુખ્ય અધ્યાપકોને) પાલિકાના શિક્ષણ વિભાગ દ્વારા નોટિસ મોકલવામાં આવી છે.

સાત દિવસની અંદર જો ખુલાસો નહીં મોકલવામાં આવે તો શિસ્ત ભંગની કાર્યવાહી કરવાનો ઈશારો કરવામાં આવ્યો છે.
બૃહદ મુંબઈ મહાનગર પાલિકાની કુલ 249 માધ્યમિક શાળા તળ મુંબઈ તેમજ બંને ઉપનગરોમાં છે. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે આ શાળાઓનું એસએસસીનું પરિણામ ખરાબ આવ્યું હતું. ગયા વર્ષે 97 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા હતા, જ્યારે આ વર્ષે 87 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા હતા.

આગામી 2024માં પરિણામ વધુ સારું આવે એ માટે પાલિકાના શિક્ષણ વિભાગે અત્યારથી જ શાળાઓની કામગીરી અંગે માહિતી મેળવવાની શરૂઆત કરી દીધી છે. આ વર્ષે 41 શાળાનું પરિણામ 100 ટકા આવ્યું હતું જ્યારે 90થી 99 ટકા પરિણામ 70 શાળાનું હતું અને 85થી 89.99 ટકા પરિણામ 44 શાળાનું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button