આમચી મુંબઈ

મોદીને કારણે કરોડો રામ ભક્તોનું સ્વપ્ન પૂરું થશે: શિંદે

(અમય ખરાડે)
મુંબઈ: ૨૪ જાન્યુઆરી ૨૦૨૪ ના રોજ અયોધ્યામાં શ્રી રામ મંદિરનું લોકાર્પણ અને ઉદ્ઘાટન વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થવાનું છે. અયોધ્યાના શ્રી રામ મંદિર વિશે વડા પ્રધાન પર ટીકા કરનાર વિરોધીઓ પર મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ શાબ્દિક પ્રહાર કર્યા અને કહ્યું હતું કે રામ મંદિર બનાવશે, પણ તારીખ નહીં કહેશે, એવું અનેક લોકો બોલતા હતા, પણ હવે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંદિર ઊભું કર્યું અને તારીખ પણ કહી છે. થાણેના એક કાર્યક્રમમાં પ્રધાન એકનાથ શિંદેએ વિરોધીઓને આડે હાથ ધાર્યા હતા. શિંદેએ કહ્યું વડા પ્રધાન મોદીને લીધે કરોડો રામ ભક્તોનું સ્વપ્ન પૂરું થયું છે. સંપૂર્ણ દેશમાં રામ મંદિરને લઈને ઉત્સુકતા છે અને દેશ રામમય થઈ ગયો છે.

થાણે શહેરમાં રવિવારે ગડકરી રંગાયતનથી કૌપિનેશ્ર્વર મંદિર સુધી શ્રી રામ અક્ષત મંગળ કળશ યાત્રા કાઢવામાં આવી હતી. જેમાં એકનાથ શિંદે સાથે શિંદે જુથ, ભાજપ, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોએ પણ ભાગ લીધો હતો. ઢોલ-તાશા અને લેઝીમ સાથે નીકળેલી આ યાત્રા શ્રી રામના જયઘોષથી ગુંજી ઉઠી હતી. આ દરમિયાન કોઈપણ ગેર પ્રકાર ન થાય તે માટે પોલીસને પણ તૈનાત કરવામાં આવ્યા હતા.

શ્રી રામ અક્ષત મંગળ કળશ યાત્રાને સંબોધતા શિંદેએ કહ્યું કે અયોધ્યામાં રામ મંદિર બને એવી શિવસેનાના વડા બાળાસાહેબ ઠાકરેની ઈચ્છા હતી અને થાણેમાં આવેલી કારસેવા યાત્રામાં થાણે જિલ્લાના શિવસેના પ્રમુખ આનંદ દિઘેએ ચાંદીની એક ઈંટ પણ અયોધ્યા મોકલી હતી. તેથી થાણે અને અયોધ્યાના સબંધો જૂના છે. રામ મંદિર એક અસ્મિતા, શ્રદ્ધા સાથે સાથે દેશ માટે અભિમાનનો પણ વિષય છે.

શિંદેએ આગળ જણાવતા કહ્યું વડા પ્રધાન મોદીને લીધે આજે કરોડો રામ ભક્તોનું સ્વપ્ન પૂરું થયું છે. અયોધ્યામાં આજે ભવ્ય રામ મંદિર તૈયાર તાહિ ગયું છે. આ મંદિર ૨૨ જાન્યુઆરીએ રામ ભક્તો માટે ખૂલું મૂકવામાં આવશે. આ કાર્યક્રમ માટે સંપૂર્ણ દેશ ઉત્સાહી છે, એવું શિંદેએ કહ્યું હતું.

હવે મુંબઈ પ્રદૂષણ મુક્ત અને ખાડા મુક્ત
મુંબઈ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરીને સૌ માટે સ્વચ્છતાનો આદર્શ સ્થાપિત કર્યો છે તેમાંથી પ્રેરણા લઈને મુંબઈને પ્રદૂષણ મુક્ત, સ્વચ્છ અને હરિયાળું બનાવવામાં આવી રહ્યું છે, એમ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ રવિવારે કહ્યું હતું.

સંપૂર્ણ સ્વચ્છતા અભિયાન (ડીપ ક્લિનિંગ ડ્રાઇવ) અંતર્ગત શિંદેની હાજરીમાં, બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચાર વર્તુળોના ચાર વોર્ડમાં સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સ્વચ્છતા અભિયાન સવારે એન વોર્ડના અમૃત નગર સર્કલથી શરૂ થયું હતું. સફાઈ માટે મોજા પહેરીને મુખ્યપ્રધાને સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો હતો. અમૃતનગર સર્કલ ખાતે તેમણે સફાઈ કામદારોનું સન્માન કર્યું હતું.

ત્યાર બાદ મુખ્યપ્રધાને સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો હતો. એમ પશ્ચિમ વોર્ડના ડો. બાબાસાહેબ આંબેડકર ઉદ્યાન, તિલક નગર, ભૈરવનાથ મંદિર માર્ગ, એફ ઉત્તર વોર્ડમાં ભૈરવનાથ મંદિર માર્ગ ખાતે સંપૂર્ણ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

વધારાના મેનપાવર સાથે વિવિધ પ્લાન્ટની મદદથી વોર્ડના ખૂણાઓ અને કોતરોની સફાઈ કરવામાં આવી હતી. આ અભિયાનમાં શાળાના વિદ્યાર્થીઓની સાથે મુંબઈવાસીઓએ પણ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.
મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે આ સ્વચ્છતા અભિયાન મુખ્યત્વે મુંબઈના શહેરોમાં પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે હાથ ધરવામાં આવ્યું છે. સ્વચ્છતા અભિયાન માટે વધારાનું માનવબળ આપીને આ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ માટે નવીનતમ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

રાજાવાડી હોસ્પિટલની ક્ષમતા વધારવામાં આવશે
રાજાવાડી હોસ્પિટલ મુંબઈ માટે મહત્વપૂર્ણ છે. આ હોસ્પિટલની ક્ષમતા વધારીને ૧૦૦૦ બેડ સુધી પહોંચાડવાનો આશય છે અને અહીં અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા પર ભાર મૂકવામાં આવશે, એવી જાહેરાત કરતાં તેમણે એમ પણ કહ્યું હતું કે હોસ્પિટલોમાં સ્વચ્છતા પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે અને બૃહન્મુંબઈ મહાનગરપાલિકાની તમામ હોસ્પિટલોને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.

ઝીરો પ્રિસ્ક્રિપ્શનનો વિચાર લાગુ કરો
મુખ્યપ્રધાને ‘ઝીરો પ્રિસ્ક્રિપ્શન’ના વિચારને અમલમાં મૂકવાની સૂચના પણ આપી હતી જેથી નાગરિકોને હોસ્પિટલમાં હોય ત્યારે બહારથી દવાઓ લાવવી ન પડે.

સફાઈ કામદારો ‘રિયલ હીરો’ છે
મુંબઈને સ્વચ્છ, સુંદર અને સ્વસ્થ રાખવા માટે મુંબઈ મહાનગરપાલિકાના સફાઈ કામદારો ચોવીસ કલાક કામ કરી રહ્યા છે, તેમને કારણે જ મુંબઈ સ્વચ્છ અને સુંદર છે અને સફાઈ કામદારો ‘રિયલ હીરો’ છે એમ કહીને મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ એવી અપીલ કરી હતી કે તેઓ સ્વચ્છતા કરી રહ્યા છે તો નાગરિકોએ તેમને સહકાર આપવો.

મુખ્ય પ્રધાન રમ્યા ક્રિકેટ
સ્વચ્છતા ઝુંબેશ વખતદે ટિળકનગર ખાતેના મેદાન પર ખેલાડીઓ સાથે સંવાદ સાધવા મુખ્ય પ્રધાન પહોંચ્યા હતા અને તેમને સ્વચ્છતા ઝુંબેશનું મહત્ત્વ સમજાવી રહ્યા હતા અને પછી મેદાનમાં હાજર બાળકોની સાથે મુક્ય પ્રધાને પણ ક્રિેકેટ રમવાનો આનંદ લૂંટ્યો હતો. તેમણે મેદાનની ચારેકોર ફટકા માર્યા હતા.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત