આમચી મુંબઈ

મહારાષ્ટ્રના 6 જિલ્લાઓમાં આજે ઓરન્જ એલર્ટ: 17 સપ્ટેમ્બર સુધી વરસાદનો જોર કાયમ રહેશે

નાગપૂર: ઓગષ્ટમાં ગેરહાજર રહેલ વરસાદે સપ્ટેમ્બરમાં જોરદાર કમબેક કરતાં ખેડૂતોએ આખરે રાહતનો શ્વાસ લીધો છે. આ વરસાદને કારણે જળાશયોની સપાટી વધશે. જેને કારણે પાણીની સમસ્યા ઓછી થવાની શક્યતાઓ છે. દરમીયાન શનિવારે રાજ્યના 6 જિલ્લાઓ માટે હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આખા રાજ્યમાં છેલ્લાં બે ત્રણ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. કોકણ, મઘ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા, વિદર્ભ જેવા અનેક સ્થળોએ સતત વરસતા વરસાદને કારણે ખેડૂતોમાં ખૂશીની લાગણી ફેલાઇ છે. તથા સર્વ સામાન્ય લોકોને આગામી દિવસોમા પાણી કાપનો સામનો નહીં કરવો પડે એ વાતનો હાશકારો અનુભવ્યો છે.

કોયના સહિતા રાજ્યના અન્ય જળાશયોમાં પાણીની સપાટી સતત વધી રહી છે. તેથી દુષ્કાળજન્ય પરિસ્થિતિની ચિંતા ઘટી છે. આ વરસાદ હજી થોડા દિવસ અવીરત રીતે વરસતો રહેશે તેવી આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે.

રાજ્યના છ જિલ્લાઓમાં શિનવારે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં પુણે, સતારા, રત્નાગિરી, થાણે, નાસિક, પાલઘરનો સમાવેશ છે. આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે મૂશળધાર વરસાદની શક્યતાઓ છે. ઉપરાંત રાજ્યના અન્ય તમામ જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યો છે. નાંદેડ, હિંગોલી અને લાતૂર જિલ્લામાં હવામાન ખાતા દ્વારા મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?