આમચી મુંબઈ
દારૂના નશામાં કાર હંકારીને 10 ટૂ-વ્હીલરને અડફેટમાં લીધા

થાણે: થાણે જિલ્લાના કલ્યાણમાં દારૂના નશામાં કાર હંકારીને ડ્રાઇવરે રસ્તાને કિનારે પાર્ક કરાયેલા 10 જેટલી ટૂ-વ્હીલરને અડફેટમાં લીધા હતા. કલ્યાણમાં શુક્રવારે રાતે આ અકસ્માત થયો હતો, જેમાં કોઇને ઇજા થઇ નહોતી.
આ પણ વાંચો: દારૂના નશામાં કાર ચલાવી વરલીના બિઝનેસમૅને મધરાતે ધિંગાણું મચાવ્યું…
પોલીસે જણાવ્યું હતું કે ડ્રાઇવરની ઓળખ અનિલ તિવારી તરીકે થઇ હતી, જે દારૂના નશામાં કાર હંકારી રહ્યો હતો.
ડ્રાઇવરને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો અને બાદમાં તેને તબીબી તપાસ માટે હોસ્પિટલમાં લઇ જવાયો હતો.
સાક્ષીદારના જણાવ્યા અનુસાર પુરપાટ વેગે આવેલી કારે પાર્ક કરાયેલા વાહનોને ટક્કર મારી હતી. અકસ્માત બાદ રોષે ભરાયેલા લોકોએ ડ્રાઇવરને પકડી પાડ્યો હતો અને પોલીસને ઘટનાની જાણ કરી હતી. (પીટીઆઇ)