મહારાષ્ટ્રમાં ૫૦ હજાર કરોડનું ડ્રગ્સ જપ્ત: ફડણવીસ
નાગપુર: મહારાષ્ટ્ર પોલીસે નજીકના ભૂતકાળમાં રાજ્યમાંથી ૫૦ હજાર કરોડ રૂપિયાનાં ડ્રગ્સ (કેફી દ્રવ્યો) જપ્ત કર્યા હોવાની માહિતી નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે વિધાનસભામાં આપી હતી. મુંબઈમાં જોગેશ્ર્વરી (પૂર્વ) મતદાર સંઘનું પ્રતિનિધિત્વ કરી રહેલા શિવસેના (યુબીટી)ના વિધાન સભ્ય રવિન્દ્ર વાઇકરે પૂછેલા સવાલનો જવાબ ફડણવીસ આપી રહ્યા હતા. તાજેતરમાં મુંબઈ પોલીસે શહેરમાં મારેલા કેટલાક છાપામાં ૩૦૦ કરોડ રૂપિયાની કિંમતનું મેફેડ્રોન જપ્ત કર્યું હતું. આ છાપામાં નાશિક જિલ્લામાં એમઆઈડીસી શિંદે ગાંવ ફેક્ટરીનો પણ સમાવેશ છે.
વધુ વિગત આપતા શ્રી ફડણવીસે જણાવ્યું હતું કે નજીકના ભૂતકાળમાં પોલીસે ૫૦ હજાર કરોડ રૂપિયાની કિંમતના કેફી દ્રવ્યો જપ્ત કર્યા છે. પોલીસે ચપળતા દેખાડી ડ્રગ્સનું વેચાણ કરતી ૨,૨૦૦ નાનકડી દુકાન પર દેખરેખ રાખી હતી અને ડ્રગ્સનું દૂષણ દૂર કરવા તે હટાવી દીધી હતી. (પીટીઆઈ)