મુંબઈમાં છ સ્થળેથી 2.22 કરોડનું ડ્રગ્સ જપ્ત: 11 જણની ધરપકડ
મુંબઈ: ક્રાઇમ બ્રાન્ચના એન્ટિ નાર્કોટિક્સ સેલે (એએનસી) મુંબઈમાં છ સ્થળે કાર્યવાહી કરીને રૂ. 2.22 કરોડની કિંમતનું ડ્રગ્સ જપ્ત કર્યું હતું. આ પ્રકરણે 11 જણની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓમાં મુંબઈના મોટા ડ્રગ સપ્લાયરનો પણ સમાવેશ છે.
એએનસીના બાંદ્રા યુનિટના સ્ટાફે વિશેષ ઝુંબેશ હાથ ધરી 24 જાન્યુઆરીએ ગ્રાન્ટ રોડ, મઝગાંવ, આગ્રીપાડા અને નાગપાડા વિસ્તારમાં કાર્યવાહી કરીને સાત પેડલરની ધરપકડ કરી હતી. તેમની પાસેથી રૂ. 1.02 કરોડનું મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કરાયું હતું. આરોપીઓને કોર્ટમાં હાજર કરાતાં તેમને 31 જાન્યુઆરી સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી. આરોપીઓ મુંબઈ અને ઉપનગરમાં ડ્રગ્સ વેચતા હતા અને વિદેશમાં રહેનારો મુખ્ય આરોપી તેમના સંપર્કમાં રહીને ડ્રગ્સ ખરીદી-વેચાણનો વ્યવસાય ચલાવતો હતો.બીજી તરફ વરલી યુનિટના અધિકારીઓએ સાંતાક્રુઝ પૂર્વમાં એક વ્યક્તિને મેફેડ્રોન સાથે તાબામાં લીધો હતો. આરોપીની પૂછપરછમાં તેના સાથીદારનું નામ સામે આવ્યું હતું. આથી પોલીસે કોટન ગ્રીન વિસ્તારમાંથી તેને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી રૂ. 20 લાખનું ડ્રગ્સ મળ્યું હતું. બંને જણ હાલ પોલીસ કસ્ટડીમાં છે.
દરમિયાન આઝાદ મેદાન યુનિટે મળેલી માહિતીને આધારે ભાયખલામાં છટકું ગોઠવીને પેડલરને 705 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો હતો. બાદમાં ડોંગરી ખાતે તેના નિવાસેથી પણ ત્રણ કિલોથી વધુનું મેફેડ્રોન જપ્ત કરાયું હતું. ગુનામાં ફરાર આરોપી મોઇનુદ્દીન મોહંમદ ઝુબેર ખાનને શનિવારે અમદાવાદથી ઝડપી પાડવામાં આવ્યો હતો.
ઘાટકોપર યુનિટના સ્ટાફે પણ જોગેશ્વરી પશ્ચિમમાં એસ.વી. રોડ પરથી ઝુનેદ ફિદા હુસેન કુરેશી (34)ની ધરપકડ કરીને રૂ. 52 લાખના ડ્રગ્સ જપ્ત કર્યું હતું. ગુનામાં ફરાર ડ્રગ સપ્લાયર સૈફુલ્લા ફારુખ શેખ ઉર્ફે ફારુખ બટાટાની બાદમાં ધરપકડ કરાઇ હતી. આરોપીની વિરુદ્ધ પનવેલ શહેર અને નાશિકના ઇન્દિરાનગર પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલા છે. મુંબઈનો મોટો ડ્રગ સપ્લાયર ફારુખ હાઇ પ્રોફાઇલ લોકોને ડ્રગ્સ સપ્લાય કરતો હતો. ઉ