ડ્રગ્સ જપ્તી અને લૂંટ ચલાવવાનો પ્રયાસ કરનારા ચારને કોર્ટે છોડી મૂક્યા…
થાણે: લૂંટ ચલાવવાની તૈયારી કરનારા ચાર જણને થાણે જિલ્લાની વિશેષ કોર્ટે છોડી મૂક્યા હતા. આરોપીઓ પાસેથી ડ્રગ્સ પણ જપ્ત કરાયું હતું. કોર્ટે કહ્યું હતું કે તેમની સામે આરોપો સાબિત કરવામાં તપાસકર્તા પક્ષ નિષ્ફળ ગયો છે.
આ પણ વાંચો : Maharashtra માં ચૂંટણી પૂર્વે ઝડપાઇ આટલા કરોડની રોકડ, આરોપીની ધરપકડ
કોર્ટે સંદીપ શંકર નાંગરે (૩૭), સૂર્યકાંત કર્માલકર (૩૨), શાકીર આસિફ સૈયદ (૩૨) અને ઉમેશ ભોઇર (૩૨)ને નાર્કોટિક ડ્રગ્સ અને સાયકોટ્રોપિક સબસ્ટેન્સીસ (એનડીપીએસ) એક્ટ તથા અન્ય કાયદા હેઠળના આરોપોમાંથી મુક્ત કર્યા હતા.
તપાસકર્તા પક્ષના જણાવ્યાનુસાર ૧૮મી એપ્રિલ, ૨૦૨૧ના તાણેના ઘોડબંદર વિસ્તારમાં રાત્રે પેટ્રોલિંગ કરતી પોલીસે આરોપીઓને પકડી પાડ્યા હતા. તે સમયે આરોપીઓ લૂંટ ચલાવવાની તૈયારી કરી રહ્યા હતા.
પોલીસે તેમની પાસેથી ૮૦ ગ્રામ એમડી અને ગાંજો પણ જપ્ત કર્યો હતો, એમ વધુમાં જણાવાયું હતું.
આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં અમિત શાહ ગર્જ્યા, હરિયાણામાં કોંગ્રેસનો સફાયો થયો એમ…
પાંચમી નવેમ્બરના આદેશમાં કોર્ટે નોંધ્યું હતું કે આરોપીઓ સામેનું પોલીસનું સોગંદનામું આરોપો સાબિત કરવા માટે પૂરતું નથી. તેમના દ્વારા કોઇ સ્વતંત્ર સાક્ષી પણ રજૂ કરાયા નથી. આરોપીઓની ધરપકડ અને તેમની પાસેથી ડ્રગ્સ મળી આવ્યું છે એ અંગે પોલીસ તેમના વરિષ્ઠોને તાત્કાલિક જણાવ્યું નહોતું જે એનડીપીએસના નિયમોનું ઉલ્લંઘન છે.