આમચી મુંબઈટોપ ન્યૂઝ

ડ્રોન હુમલાના બે દિવસ બાદ મર્ચન્ટ શિપ એમવીકેમ પ્લુટો મુંબઈ પહોંચ્યું. નેવીએ શરૂ કરી તપાસ

મુંબઈ: ભારતના પશ્ચિમ કિનારે કેમિકલ ટેન્કર એમવી કેમ પ્લુટો પર ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ભારતીય નૌકાદળે સોમવારે એમવી કેમ પ્લુટો જહાજ મુંબઈ બંદરે પહોંચ્યા બાદ તેનું પ્રારંભિક નિરીક્ષણ કર્યું હતું. નેવીએ જણાવ્યું હતું કે હુમલો ક્યાં થયો અને તેના માટે વિસ્ફોટકોનો કેટલો જથ્થો વપરાયો તે ફોરેન્સિક અને ટેકનિકલ તપાસ બાદ જ જાણી શકાશે.

નૌકાદળના અધિકારીઓએ જણાવ્યું હતું કે હુમલાના સ્થળ અને જહાજ પર મળેલા કાટમાળ જોઇને લાગે છે કે વિશ્લેષણ માટે વધુ ફોરેન્સિક અને તકનીકી ટીમની જરૂર પડશે. આ સાથે જ નેવીએ અરબી સમુદ્રમાં કોમર્શિયલ જહાજોની સુરક્ષા માટે મોટી જાહેરાત પણ કરી છે. હવેથી ત્રણ યુદ્ધ જહાજો તહેનાત કરવામાં આવશે.

શનિવારે પોરબંદરથી લગભગ 217 નોટિકલ માઇલના અંતરે 21 ભારતીય ક્રૂ મેમ્બર્સને લઈ જતા કોમર્શિયલ જહાજ પર ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેના પગલે ભારતીય નૌકાદળ અને ભારતીય કોસ્ટ ગાર્ડે જહાજને સહાય પૂરી પાડવા માટે ઘણા જહાજો મોકલ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે વાણિજ્યિક જહાજો પરના હુમલાઓને ધ્યાનમાં રાખીને, નેવીએ આ વિસ્તારમાં તેની અવરોધક હાજરી જાળવવા માટે યુદ્ધ જહાજો તહેનાત કર્યા છે. આ ઉપરાંત દરિયામાં હાલમાં લોંગ રેન્જ મેરીટાઇમ રિકોનિસન્સ એરક્રાફ્ટ P8I પણ તહેનાત કરવામાં આવ્યું છે.


ઈઝરાયલ-હમાસ વચ્ચેના યુદ્ધનું સમર્થન કરતા હુથી આતંકવાદીઓ કે જે ઈરાનના રહેવાસીઓ છે. તેઓ લાલ સમુદ્ર અને એડનની ખાડીમાં વિવિધ કોમર્શિયલ જહાજોને નિશાન બનાવી રહ્યા છે. આ જહાજ સોમવારે બપોરે 3.30 કલાકે મુંબઈ કિનારે પહોંચ્યું હતું. ભારતીય તટ રક્ષક જહાજ ICGS વિક્રમે તેમને મુંબઈ જતા માર્ગ પર સુરક્ષા પૂરી પાડી હતી. તેમજ એમવી કેમ પ્લુટોના ક્ષતિગ્રસ્ત ભાગને ડોકીંગ અને રિપેર કરવાની સંભાવના છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button