આમચી મુંબઈમહારાષ્ટ્ર

ડીઆરઆઈએ 10 કરોડની વિદેશી સિગારેટ ભરેલું કન્ટેનર પકડી પાડ્યું

ચીની કાર્પેટના કન્ટેનરમાં કોરિયાની સિગારેટનું કંસાઈન્મેન્ટ સંતાડવામાં આવ્યું હતું

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: ડિરેક્ટોરેટ ઑફ રેવેન્યૂ ઈન્ટેલિજન્સ (ડીઆરઆઈ)ના અધિકારીઓએ ન્હાવાશેવા બંદર પર યુએઈથી આવેલા કન્ટેનરમાં સર્ચ હાથ ધરી અંદાજે 10 કરોડ રૂપિયાની વિદેશી સિગારેટનાં પૅકેટ્સ જપ્ત કર્યાં હતાં.


વિદેશી સિગારેટનું કંસાઈન્મેન્ટ સમુદ્ર માર્ગે દાણચોરીથી ભારત લાવવામાં આવ્યું હોવાની માહિતી ડીઆરઆઈને મળી હતી. માહિતીને આધારે ડીઆરઆઈની ટીમે રવિવારની વહેલી સવારે ન્હાવાશેવા બંદરે આવેલા કન્ટેનરની તપાસ કરી હતી.


કન્ટેનરમાંના સામાનની વિગતોમાં ચીની કાર્પેટ હોવાનો ઉલ્લેખ કરાયો હતો. અધિકારીઓએ યુએઈથી આવેલા બન્ને કન્ટેનરને ખોલી ચકાસણી કરી હતી. કન્ટેનરમાંથી જૂના અને વાપરેલા કાર્પેટના 325 જેટલા રોલ્સ મળી આવ્યા હતા. આ રોલ્સ નીચેથી સિગારેટનાં કંસાઈન્મેન્ટ મળ્યાં હતાં.


અધિકારીઓને કન્ટેનરમાંથી કોરિયાની સિગારેટ્સ મળી આવી હતી. જપ્ત કરાયેલી સિગારેટની કિંમત 10.08 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. ડીઆરઆઈએ સિગારેટ્સ જપ્ત કરી કસ્ટમ્સ ઍક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button