મુંબઈમાં નાળાસફાઈનાં કામ જલદી શરૂ થશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દર વર્ષે ચોમાસામાં પહેલા વરસાદમાં જ મુંબઈમાં પાણી ભરાઈ જતા હોય છે અને તે માટે ગટર-નાળાની સફાઈને જવાબદાર ગણવામાં આવે છે. અગાઉ વર્ષોના અનુભવ પરથી બોધ લઈને પાલિકાએ ગયા વર્ષથી નાળાસફાઈનું કામ માર્ચ મહિનાથી ચાલુ કરી દીધું છે. તે પ્રમાણે આ વર્ષે પણ આ કામ જલદી ચાલુ કરવામાં આવવાનું છે, તે માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યાં છે અને ફેબ્રુઆરીથી નાળાસફાઈનું કામ ચાલુ કરી દેવામાં આવશે. જોકે વોર્ડ સ્તરે નાની ગટરોની સફાઈ કરવાનું કામ ચાલુ કરી દેવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું.
ગયા વર્ષે માર્ચ મહિનામાં નાળાની સફાઈના કામ ચાલુ કરવામાં આવ્યા હતા, છતાં કામમાં વિલંબ થયો હોવાની રાજકીય પક્ષોએ પાલિકા પ્રશાસનની ટીકા કરી હતી. તેથી પાલિકાએ આ વખતે જાન્યુઆરીથી જ નાળાની સફાઈના કામની પ્રકિયા ચાલુ કરી દીધી છે, તે માટે તબક્કાવાર ટેન્ડર મગાવવામાં આવવાના છે. દક્ષિણ મુંબઈ, પૂર્વ અને પશ્ચિમ ઉપનગરના અમુક વિસ્તાર માટે શનિવારે લગભગ 50થી 60 કરોડ રૂપિયાના ટેન્ડર બહાર પાડવામાં આવ્યાં હતાં.
દર વર્ષે ચોમાસા પહેલા નાળામાંથી ગાળ કાઢવાનું કામ પાલિકા દ્વારા કરવામાં આવે છે. છતાં ચોમાસા દરમિયાન અનેક વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા નિર્માણ થતી હોય છે અને પ્રશાસનને ભારે ટીકાનો સામનો કરવો પડે છે. ગયા વર્ષે શહેર અને ઉપનગરના નાળાસફાઈના તેમ જ મિઠી નદીનો ગાળ સાફ કરવા માટે 280 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.
ગયા વર્ષે ચોમાસું નબળું રહ્યું હતું અને ભારે વરસાદ પડવાની અને શહેર જળબંબાકાર થવાના નહીંવત્ બનાવ બન્યા હતા. જોકે છેલ્લાં થોડાં વર્ષમાં ચોમાસા દરમિયાન શહેરમાં ભરાતા પાણીની સમસ્યાને ધ્યાનમાં રાખીને નાળામાંથી ગાળ કાઢવાનું કામ જાન્યુઆરી મહિનાથી ચાલુ કરવા તબક્કાવાર ટેન્ડર મગાવવામાં આવી રહ્યાં છે, જેમાં નાના અને મોટા નાળાનો ગાળ કાઢવો, રસ્તા પરના કલ્વર્ટની સફાઈ, બોક્સ ડે્રન, રસ્તા પરની નાની ગટરો, વરસાદી પાણીનો નિકાલ કરનારી પાઈપલાઈનની સફાઈ જેવા કામ કરવામાં આવવાના છે.શહેરની નાળાસફાઈ માટે લગભગ 20 કરોડ, પૂર્વ ઉપનગર માટે 22 કરોડ તો પશ્ચિમ ઉપનગરના નાળાના કામ માટે 25 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવવાનો છે. ઉ