આમચી મુંબઈમહારાષ્ટ્ર

સુધરાઈની હૉર્ડિંગ્સની ડ્રાફ્ટ પૉલિસીમાં કલર, હાઈટ અને વીડિયો ડિસ્પ્લે સંબંધી નિયમોનો અભાવ…

ડ્રાફ્ટ પોલિસી પર સલાહ-સૂચનો આપવા માટે આજે છેલ્લો દિવસ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાએ નવી હૉર્ડિંગ પૉલિસી તૈયાર કરી છે અને તેના પર સૂચનો અને વાંધા નોંધાવવા માટેનો છેલ્લો દિવસ સોમવાર, ૨૬ ઑગસ્ટ છે, ત્યારે અનેક બિનસરકારી સામાજિક સંસ્થાઓ આગળ આવી છે અને આ પોલિસી પર સલાહ-સૂચનો આપ્યા છે, જેમાં મુખ્યત્વે પાલિકાની ડિજિટલ હૉર્ડિંગ્સ પરની ડ્રાફ્ટ પોલિસીમાં કલર, લાઈટ, ઊંચાઈ અને વીડિયો ડિસ્પ્લે પર નિર્ણાયક નિયમોનો અભાવ હોવાનો મત આપ્યો છે.

પાલિકાને જાહેર સલામતી અને પર્યાવરણની સુરક્ષા માટે કડક ગાઈડલાઈન અમલમાં મૂકવાની વિનંતી પણ એનજીઓના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવી છે, તેમના કહેવા મુજબ રોડના કિનારા પર લાગેલા હૉર્ડિંગ્સ ડ્રાઈવરનું ધ્યાન ભટકાવી શકે છે અને તેને કારણે ઍક્સિડન્ટ થવાની શક્યતા છે, ખાસ કરીને મોટા ડિજિટલ હૉર્ડિંગ્સ પર રહેલી લાઈટને કારણે આંખને નુકસાન થઈ શકે છે.

આ પણ વાંચો : મહાપ્રીત થાણેમાં ક્લસ્ટર યોજના માટે 5 હજાર કરોડ એકત્ર કરશે

ઘાટકોપર (પૂર્વ)માં હૉર્ડિંગ પેટ્રોલ પંપ પર તૂટી પડવાથી ૧૭નાં મૃત્યુ થવાના લગભગ ત્રણ મહિના બાદ પાલિકાએ હૉર્ડિંગ્સને લગતી ડ્રાફ્ટ પૉલિસી બનાવી હતી. તેમાં સલાહ-સૂચનો આપવાની છેલ્લી તારીખ ૨૬ ઑગસ્ટ, ૨૦૨૪ છે.

આવાઝ ફાઉન્ડેશનના કહેવા મુજબ ખોટી જગ્યાએ ખોટી રીતે બેસાડેલા મુવિંગ ડીસ્પ્લે પર લાઈટની ઝગમગાટને કારણે ડ્રાઈવરનું ધ્યાન વિચલિત કરી શકે છે અને એક્સિડન્ટ થઈ શકે છે. ડિજિટલ હૉર્ડિંગ્સ માટે મહત્તમ પ્રકાશની મર્યાદા નક્કી કરવી, વીડિયો અને એનિમેશન ક્ધટેન્ટ પર પ્રતિબંધ મૂકવો, આસપાસની પરિસ્થિતિને આધારે ડિજિટલ હૉર્ડિંગ્સની લાઈટની બ્રાઈટનેસ હોવી જોઈએ. વીડિયો ડિસ્પ્લે માટે આઠથી દસ સેકેન્ડનો સમય રહે એ મુજબ સેટ કરવો જોઈએ. કડક ગાઈડલાઈન અને નાગરિકોના ઈનપુટ સાથેના સ્થાન અને ડિસ્પ્લેની દેખરેખ માટે એનજીઓ અને નિષ્ણાતો સાથે એક સમિતિની પણ રચના કરવી જોઈએ.

બિન સરકારી સંસ્થા વોચડોગ ફાઉન્ડેશનના કહેવા મુજબ મોટા ઝાડ તથા ટ્રાફિક સિગ્નલની નજીક હૉર્ડિંગ્સને પરવાનગી આપવી જોઈએ નહીં. રોડ મિડિયન્સ પર ડિજિટલ જાહેરાતો પર પ્રતિબંધ મૂકવો જોઈએ, કારણે તેનાથી ડ્રાઈવરોની આંખને નુકસાન થવાનું અને એક્સિડન્ટ થવાનું જોખમ હોય છે. ગાઈડલાઈનમાં વિસ્તાર દીઠ હૉર્ડિંગ્સ અને બેનરોની સંખ્યા મર્યાદિત કરવી જોઈએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
શ્રેષ્ઠ હવાની ગુણવત્તાવાળા ભારતીય શહેરો ઘરમાં મચ્છરોના ત્રાસથી તમને આ કુદરતી ઉપાય બચાવશે Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર!

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker