આમચી મુંબઈમહારાષ્ટ્ર

સુધરાઈની ડ્રાફ્ટ હૉર્ડિંગ્સ પૉલિસી પર માત્ર ૫૩ સૂચનો અને વાંધા આવ્યા:

સૂચનો અને વાંધા મોકલવાની મુદત ૯ સપ્ટેમ્બર સુધી લંબાવી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં આઉટડોર એડવર્ટાઈઝમેન્ટ ડિસ્પ્લે (હૉર્ડિંગ્સ)માટેની ડ્રાફ્ટ પૉલિસી માટે નાગરિકો, સામાજિક કાર્યકર્તાઓ અને જુદી જુદી સરકારી એજન્સી તરફથી માત્ર ૫૩ સૂચનો અને વાંધાઓ મળ્યા છે. ડ્રાફ્ટ પૉલિસીમાં મોટાભાગના લોકોએ ડ્રાઈવરોની ધ્યાન ભટકાઈ જતું હોવાનું કારણ આગળ કરીને વીડિયો એડવર્ટાઈઝમેન્ટ પર પ્રતિબંધ મૂકવાની અને ચાલતા વાહનો પર જાહેરખબર આપવા સામે વિરોધ દર્શાવ્યો છે. તેમ જ મધ્ય અને પશ્ર્ચિમ રેલવેની સાથે મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કૉર્પોરેશનને હૉર્ડિંગ મારફત થતી આવકમાં ૫૦ ટકા હિસ્સાની માગણી કરી છે. અત્યાર સુધી બહુ ઓછો પ્રતિસાદ મળવાને કારણે મુંબઈ મહાનગરપાલિકાએ વધુમાં વધુ લોકો સલાહ-સૂચનો અને વાંધા મોકલાવી શકે તે માટે તેની મુદત નવ સપ્ટેમ્બર સુધી લંબાવી છે.

આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં 35 ફૂટ શિવાજીની પ્રતિમા તૂટી પડી, વિપક્ષના શિંદે સરકાર પર પ્રહાર

હૉર્ડિંગ્સ માટેની ડ્રાફ્ટ પૉલિસી માટે સલાહ-સૂચનો મોકલવાની મુદત સોમવાર, ૨૬ સપ્ટેમ્બરની હતી. પરંતુ સામાજિક કાર્યકર્તાઓ તેમ જ મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટીએ આટલો સમય અપૂરતો હોવાનું કહીને આ મુદત લંબાવી આપવાની માગણી કરી હતી, જેને માન્ય કરીને સુધરાઈએ નવ સપ્ટેમ્બર સુધી મુદત વધારી આપી છે.

આટલા દિવસમાં લોકોએ જે ભલામણ કરી છે, તેમાં મોટાભાગના લોકોએ ડિજિટલ હૉર્ડિંગ્સ પર નિયંત્રણો લાદવાની તેમ જ તેમના પ્રકાશના સ્તરને મર્યાદિત કરવાની તેમ જ ચાલતા વાહનો અથવા રસ્તા પર એક તરફ મૂકી દેવામાં આવેલા વાહનો તથા ફ્લાયઓવર અને જંકશન પર લગાડવામાં આવતા ડિજિટલ હૉર્ડિંગ્સ પર પ્રતિબંધ મૂકવાની માગણી કરી છે.

પાલિકાના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ અમુક હાઉસિંગ સોસાયટીઓએ તેમની બિલ્ડિંગની ટેરેસ પર લગાડવામાં આવેલા હૉર્ડિંગ પર પ્રતિબંધ મૂકવાના સુધરાઈના નિર્ણય સામે વાંધો ઉઠાવ્યો છે. તેમની દલીલ છે કે આ પૉલિસીમાં ફેરફાર કરવાથી તેમની નાણાકીય સ્થિતિમાં ફટકો પડી શકે છે, કારણકે તેઓએ હૉર્ડિંગ કંપનીઓ સાથે કરાર કર્યા છે. જો પાલિકાની પૉલિસી મુજબ હૉર્ડિંગ દૂર કરવામાં આવે તો સોસાયટીને તકલીફ થઈ શકે છે.

મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (એમએસઆરડીએ) દ્વારા પણ પાલિકાની પૉલિસી સામે વિરોધ કરવામાં આવ્યો છે. પૉલિસી મુજબ તમામ સરકારી એજન્સીઓને આઉટડોર જાહેરખબરમાંથી થનારી આવકનો ૫૦ ટકા હિસ્સો પાલિકાને આપવો પડવાનો છે. તો રેલવેએ ૨૦૧૭ના બોમ્બે હાઈ કોર્ટના ચુકાદાનો સંદર્ભ આપતા પાલિકાની ડ્રાફ્ટ પૉલિસી સામે ઔપચારિક રીતે વાંધો ઉઠાવ્યો છે. રેલવેના કહેવા મુજબ પાલિકાના નિયમોની જોગવાઈઓે રેલવેની મિલકત પરના હૉર્ડિંગ્સને લાગુ પડતી નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
ઘરમાં મચ્છરોના ત્રાસથી તમને આ કુદરતી ઉપાય બચાવશે Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર! આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker