આમચી મુંબઈ

મહારાષ્ટ્ર સહિત દેશભરના નેતાઓની ડૉ. બાબાસાહેબ આંબેડકરને પુષ્પાંજલિ

ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ સંસદ ભવનમાં બાબાસાહેબના પૂતળાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. મહારાષ્ટ્રમાં દાદરના ચૈત્યભૂમિ અને નાગપુરના દીક્ષાભૂમિમાં પણ અડધી રાતે ડૉ. બાબાસાહેબ આંબેડકરના ૧૩૩મી જન્મ જયંતી નિમિત્તે અભિવાદન કરવા અનેક નેતાઓ અને સેંકડો લોકો પહોંચ્યા હતા. આ નેતાઓમાં કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી, મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળે અને રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પણ દાદરમાં આંબેડકરની પ્રતિમાનું અભિવાદન કર્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button