આમચી મુંબઈ

ડૉ. બાબાસાહેબ આંબેડકરના મેમોરિયલનું કામ 2026 સુધીમાં પૂરું થવાની અપેક્ષા

મુંબઈઃ ડૉ. બાબાસાહેબ આંબેડકરનું આંતરરાષ્ટ્રીય સ્તરનું સ્મારક દાદરમાં ઈન્દુ મિલની જગ્યા પર બનાવવામાં આવી રહ્યું છે. મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ) આ સ્મારકનું નિર્માણ કરી રહી છે, અત્યાર સુધીમાં ૩૫ ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. જોકે, આ સ્મારકનું કામ મે ૨૦૨૬ સુધીમાં પૂર્ણ કરવામાં આવે એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.

દાદરમાં ઈન્દુ મિલમાં ૪.૮૪ હેક્ટર જમીન પર રાજ્ય સરકારે ડૉ. બાબાસાહેબ આંબેડકરનું આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્મારક બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સ્મારકના નિર્માણ માટેની જવાબદારી એમએમઆરડીએને સોંપવામાં આવી હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૧૫માં આ સ્મારકનો શિલાન્યાસ કર્યો હતો, પરંતુ આ ભૂમિપૂજન બાદ સ્મારકના વાસ્તવિક કામ માટે ૨૦૧૮ સુધી રાહ જોવી પડી હતી. કેટલાક કારણોસર કોન્ટ્રાક્ટરને વર્ક ઓર્ડર આપવામાં વિલંબ થયો હતો, પરિણામે સ્મારકનું કામ શરૂ કરવામાં પણ વિલંબ થયો હતો.

આ સ્મારકનું કામ ૨૦૨૧માં પૂર્ણ થવાની ધારણા હતી, પરંતુ હજુ પણ કામ પૂર્ણ થયું નથી. એમએમઆરડીએફએ હવે સ્મારકના કામને વેગ મળ્યો છે. આ સ્મારકનું ૩૫ ટકા કામ અત્યાર સુધીમાં પૂર્ણ થઈ ગયું છે. સ્મારકનું ૫૨ ટકા બાંધકામ, પાર્કિંગનું ૯૫ ટકા, પ્રવેશદ્વારનું-૮૦ટકા, ઓડિટોરિયમનું ૭૦% ટકા, પુસ્તકાલયનું ૭૫ ટકા, સભાગૃહનું ૫૫ ટકા અને મેમોરિયલ બિલ્ડિંગનું ૪૫ ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. ૧૦૮૯.૯ કરોડ રૂપિયાના ખર્ચના આ સ્મારકનું કામ ૨૦૨૪માં પૂર્ણ થશે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button