આમચી મુંબઈ
મુંબઈમાં ૨૪ કલાકમાં કોરોનાના કેસમાં બમણો વધારો!
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં કોરોના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં મુંબઈમાં કોરોના નવા કેસમાં બમણો વધારો નોંધાયો હતો. શનિવારે કોરોનાના ૩૨ નવા કેસ નોંધાયા હતા. આ અગાઉ શુક્રવારે મુંબઈમાં કોરોનાના નવા માત્ર ૧૫ કેસ નોંધાયા હતા. તો શનિવારે દિવસ દરમિયાન રાજ્યમાં કોરોનાના કુલ ૧૭૨ નવા દર્દી નોંધાયા હતા. મુંબઈમાં ૨૪ કલાકમાં કોરોનાના કેસમાં બમણો વધારો નોંધાતા પાલિકા પ્રશાસન પણ એલર્ટ થઈ ગયું છે. શનિવારે રાજ્યમાં ૩૮ દર્દી કોરોનાથી સાજા થયા હતા. દિવસ દરમિયાન ૧૭૨ નવા દર્દી નોંધાયા હતા. સદ્નસીબે એકે દર્દીનું મૃત્યુ નોંધાયું નહોતું. છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોરોનાના ૧૫,૧૩૬ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. રાજ્યમાં હાલ કોરોના નવા વેરિયન્ટ જેએન.૧ના નવા ૧૦ દર્દી છે.