આમચી મુંબઈ
૨૦૨૪માં ૧૩૨ દિવસ ન્યાયના દરવાજા બંધ
મુંબઈ: ન્યાય વ્યવસ્થામાં હજી પણ બ્રિટિશ કાળની પરંપરાનું પાલન કરવામાં આવી રહ્યું છે. ન્યાયાલીન પ્રશાસન દ્વારા ૨૦૨૪ની છુટ્ટીની બહાર પાડવામાં આવેલી યાદી અનુસાર મુંબઈ હાઈ કોર્ટના દરવાજા વર્ષના ૩૬૫ દિવસમાંથી ૧૩૨ દિવસ બંધ રહેશે. ટકાવારી અનુસાર વર્ષના ૩૬ ટકા દિવસ હાઈ કોર્ટ બંધ રહેશે.
મુંબઈ હાઈ કોર્ટની સર્વ ખંડપીઠમાં આ ટાઈમ ટેબલ લાગુ
રહેશે. ઉનાળુ વેકેશનમાં ૩૦ દિવસ, દિવાળી નિમિત્તે ૧૬ દિવસ તેમજ નાતાલ નિમિત્તે ૧૦ દિવસ હાઈ કોર્ટને તાળું લાગેલું હશે. આ સિવાય વિવિધ તહેવાર નિમિત્તે ૧૮ દિવસ અદાલત બંધ રહેશે. આ ઉપરાંત ૫૨ રવિવાર અને બીજા તેમજ ચોથા શનિવારે રજા ગણી ૨૬ શનિવાર વખતે પણ કોર્ટ બંધ રહેશે. એ સિવાય ખંડપીઠ અનુસાર વિશિષ્ટ દિવસે અદાલતમાં રજા જાહેર કરવામાં આવી છે.