શું તમારી બેગમાં બ્લેક મની તો નથીને?
ચૂંટણીની પાર્શ્વભૂમિ પર રેલવે વિસ્તાર અને માર્ગો પર બેગનું ચેકિંગ થશે
મુંબઈ: રેલવે અને મુંબઈ પોલીસ બંનેએ રેલવે અને માર્ગો પર તપાસ અભિયાનને વધુ કડક બનાવવામાં આવ્યું છે. બોરીવલી રેલવે ફ્લાયઓવર બ્રિજ પર સામાન્ય લોકોની બેગોની પણ તપાસ શરૂ કરી દેવામાં આવી છે. અમને હાયર ઓથોરિટીએ એવો આદેશ આપ્યો છે કે કોઇ પણ વ્યક્તિની બેગની તપાસ કરો અને એ ધ્યાન રાખો કે શું એમાં ડ્રગ્સ કે પછી દારૂ તો નથી લાવવામાં આવી રહ્યોને, એવું એક અધિકારીએ જણાવ્યું હતું. અગર જો કોઇની બેગમાં વધુ પડતી રોકડ મળે તો તેનો હિસાબ પણ એ વ્યક્તિએ આપવો જરૂરી બની રહેશે.
મુંબઈમાં એ રેલવે સ્ટેશનો પર બેગો અને સૂટકેસનું વધુ પ્રમાણમાં ચેકિંગ થઇ રહ્યું છે જ્યાં મેલ ટે્રનો ઊભી રહેતી હોય છે, એવું અધિકારીએ જણાવીને વધુમાં ઉમેર્યું હતું કે બોરીવલીમાં આંગડિયાઓ વધુ મુસાફરી કરતા હોય છે. ચૂંટણીની મોસમ ચાલી રહી છે એટલે તેઓ પાસે વધુ રોકડ હોવાની શંકા રહેતી હોય છે. રાતે ટોલનાકાં પર પોલીસનું ચેકિંગ અભિયાન ચાલી રહ્યું છે.
અમુક કાર્યવાહી તો અમે અમારી ઈનપુટ પર પણ કરી રહી રહ્યા હોવાનું એક અધિકારીએ જણાવ્યું હતું, પણ મોટા ભાગની કાર્યવાહી તો અમે ચૂંટણી પંચના આદેશ પર જ કરી રહ્યા છીએ. પાંચ-પાંચ જણની ટીમમાં આ કામ થઇ રહ્યું છે. આમાં પોલીસ અને ચૂંટણી પંચના કર્મચારીનો સમાવેશ થાય છે. જો સી-વિજિલ એપ પર કોઇ નાગરિક ફરિયાદ કરે તો ચૂંટણી પંચની ફ્લાયિંગ સ્ક્વોડ ટીમ એ ઠેકાણે તાબડતોબ પહોંચી જતી હોય છે. બાકીનું ચેકિંગ ચૂંટણી પંચની સ્ટેંડિંગ સ્ક્વોડ ટીમ કરે છે, એવું અધિકારીએ જણાવ્યું હતું.