આમચી મુંબઈ

૨૦૨૪માં જીત પાક્કી છે એવું સમજતા નહીં: ફડણવીસ

મુંબઇ: ત્રણ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી જીત્યા બાદ લોકસભાની ચૂંટણીમાં ભાજપની જીત નક્કી છે એવી ચર્ચાઓ થવા લાગી છે. આવા સમયે મહારાષ્ટ્રના ભાજપના એક મોટા નેતાએ ૨૦૨૪માં જીત પાકી છે એમ ન સમજતા એવી સલાહ અને ચેતવણી આપી હતી. મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ૨૦૨૪ની લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપના કાર્યકર્તાઓને જગાવવાનો પ્રયાસ કરતાં પોતાની જીતને લઇને આત્મમુગ્ધ ન રહેતાં ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીને ગંભીરતાથી લેવાની સલાહ આપી હતી. તેમણે પાર્ટીના કાર્યકર્તાઓને ચેતવણી આપી હતી કે લોકસભાની ચૂંટણીમાં ભાજપની જીત પાક્કી છે એમ સમજીને તમારે કામ કરવાનું બંધ ન કરવું જોઇએ.

ભાજપની રાજ્ય કાર્યકારણીની એક બેઠકમાં બોલતી વખતે દેવેન્દ્ર ફડણવીસે પક્ષના કાર્યકર્તાઓને કહ્યું કે, તમારે સામાન્ય માણસ અને ગરીબો સાથે જોડાવવું જોઇએ જે ભાજપના મતદારો છે. આ બેઠકમાં મહારાષ્ટ્ર ભાજપના પદાધિકારીઓ અને જિલ્લા અધ્યક્ષો ઉપસ્થિત હતાં.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button