18મી ડિસેમ્બર સુધી મુંબઈમાં આ હરકત ના કરતાં નહીંતર…
મુંબઈઃ રાષ્ટ્રીય સુરક્ષા જોખમાય અને રાષ્ટ્રદ્રોહ માટે કારણભૂત બંને એવી પ્રવૃત્તિઓ જેવી કે પેરાગ્લાઈડિંગ, રિમોટ કન્ટ્રોલથી ચાલતા માઈક્રોલાઈટ એરક્રાફ્ટ, ડ્રોન, પેરા મોટર્સ, હેન્ડ ગ્લાઈડર્સ, હોટ એર બલુનની ફ્લાઈટ પર 18મી ડિસેમ્બર સુધી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ આદેશ કમિશનર ઓફિસ દ્વારા આપવામાં આવ્યા છે અને તે મુંબઈ પોલીસ કમિશનરની હદમાં અમલી બનાવવામાં આવશે, એવી માહિતી સાધનો દ્વારા આપવામાં આવી છે.
મુંબઈ પોલીસ કમિશનલ ઓફિસના કાર્યક્ષેત્રમાં કોઈ પણ જગ્યાએ કાયદો અને સુવ્યવસ્થા જાળવી રાખવા માટે તેમ જ સામાન્ય અને વીવીઆઈપી હસ્તીઓની સામે કોઈપણ પ્રકારનું જોખમ ઊભું ના થાય એ માટે તેમ જ સાર્વજનિક માલમત્તાનું નુકસાન ના થાય એ માટે ઉપરોક્ત આદેશ આપવામાં આવ્યા હોવાની માહિતી વરિષ્ઠ પોલીસ અધિકારી દ્વારા આપવામાં આવી હતી.
મુંબઈ પોલીસ દ્વારા એર પેટ્રોલિંગ કે પથી પોલીસ ઉપાયુકત કેમ્પેઈન અને બીએમસી દ્વારા લેખિતમાં પરવાનગી આપીને કરવામાં આવેલી પ્રવૃત્તિઓ અપવાદરૂપ રહેશે. આ આદેશનું ઉલ્લંઘન કરનારાઓ સામે આઈપીસીની ધારા 144 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે, એવી સ્પષ્ટતા મુંબઈ પોલીસ દ્વારા કરવામાં આવી છે.