આમચી મુંબઈ

આક્રોશ અને આઘાત સાથે ડોમ્બિવલી સજ્જડ બંધ

થાણે: જમ્મુ-કાશ્મીરના પહલગામમાં પર્યટકો પર થયેલા આતંકવાદી હુમલામાં મુંબઈના ડોમ્બિવલીની ત્રણ વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો. બુધવારે તેમની અંતિમયાત્રામાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સહિત હજારો લોકો જોડાયા હતા અને ડોંબિવલી બંધની જાહેરાત કરી હતી. ત્યારે ગુરુવારે ડોમ્બિવલીમાં સન્નાટો જોવા મળ્યો હતો.

ડોમ્બિવલીમાં તમામ દુકાનો બંધ રહી હતી, રસ્તાઓ પર વાહનો દેખાયા નહોતા. લોકોએ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા તથા આતંકવાદના વિરોધમાં સ્વેચ્છાએ બંધ પાળ્યો હતો.

આ પણ વાંચો: પહેલગામના આતંકવાદીઓને શોધવા પૂંછમાં સંયુક્ત ઓપરેશન શરૂ, જોતા જ ઠાર કરવાનો આદેશ

પહલગામ હુમલામાં થાણે જિલ્લાના ડોમ્બિવલીના ત્રણ કઝિન ભાઇઓ સંજય લેલે (૫૦), હેમંત જોશી (૪૫) અને અતુલ મોને (૪૩)નું મૃત્યુ થયું હતું.

ડોમ્બિવલીના રસ્તાઓ સામાન્ય રીતે હંમેશા ભીડવાળા જોવા મળતા હોય છે ત્યારે ગુરુવારે આ રસ્તાઓ પર કાગડા ઊડી રહ્યા હતા. રિક્ષાઓ, બસ અને ખાનગી વાહનો જોવા મળ્યા નહોતા. તમામ દુકાનો પણ બંધ રહી હતી.

પીડિતોના શોકમાં જ બુધવારે બપોરથી જ વિવિધ દુકાનો, ઓફિસો અને સ્થાનિકો બજારો બંધ થવા લાગી હતી. લોકો દ્વારા સ્વચ્છાએ જાહેર કરાયેલા આ બંધને રાજકીય પક્ષો તથા સામાજિક સંસ્થાઓ દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button