આમચી મુંબઈ

ડોંબિવલીમાં હૉટલમાં સિલિન્ડર બ્લાસ્ટમાં છ જખમી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:ડોંબિવલીમાં ટંડન રોડ પર બુધવારે સાંજે એક હૉટલમાં એલપીજી સિલિન્ડર બ્લાસ્ટમાં વિસ્ફોટ થયો હતો, જેમાં છ લોકો જખમી થયા હતા, જેમાંથી બેની હાલત ગંભીર હોવાનું ફાયરબ્રિગેડે જણાવ્યું હતું.


ડોંબિવલીમાં ટંડન રોડ પર બુધવારે સાંજે પાંચ વાગે એક ચાઈનીઝ ફૂડની હૉટલમાં આ સિલિન્ડર સ્ફોટ થયો હતો. સ્ફોટ થવાની જાણ થતા જ ઘટના સ્થળે ફાયરબ્રિગેડ પહોંચી ગઈ હતી. અડધા કલાકમાં આગ પર નિયંત્રણ મેળવવામાં સફળતા મળી હતી. જખમીઓને તુરંત નજીકની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : ડોંબિવલી કેમિકલ બ્લાસ્ટમાં સગાઓ ગુમ હોય થયા હોય તેમને પાલિકાએ કરી આ અપીલ

ફાયરબ્રિગેડના જણાવ્યા મુજબ પ્રાથમિક તપાસમાં એલપીજી સિલિન્ડરમાં બ્લાસ્ટને કારણે આગ લાગી હોવાનું જણાયું હતું. જોકે તપાસ બાદ ચોક્કસ કારણ જાણી શકાશે. નોંધનીય છે કે ગયા અઠવાડિયા જ ડોંબિવલીમાં એમઆઈડીસી એરિયામાં આવેલી કેમિકલ ફેકટરીમાં બ્લાસ્ટ થયો હતો, જેમાં ૧૪થી વધુના મૃત્યુ થયા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
T-20માં વિરાટ કોહલી બાદ ભારતને એક stable captain મળ્યો નથી ફરવા માટે બેસ્ટ છે ગુજરાતના આ પાંચ વેકેશન ડેસ્ટિનેશન… એક વખત જશો તો… પોતાની માતાની સાડી અને દાગીના પહેરીને દુલ્હન બની છે આ સેલિબ્રિટીઝ આ રીતે ઘરે જ બનાવો ઑર્ગેનિક કાજલ