આમચી મુંબઈ
ઍન્ટી-રેબિસ વૅક્સિનેશન ઝુંબેશમાં ૨૬,૯૫૧ ડોગીનું વેક્સિનેશન
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શ્ર્વાનના કરડવાથી થનારા રેબિસ આ જીવલેણ રોગથી બચાવવા માટે મુંબઈ મહાનગરપાલિકા તરફથી પલ્સ ઍન્ટી રેબિસ વૅક્સિનેશન ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જે હેઠળ ૨૬,૯૫૧ શ્ર્વાનનું રસીકરણ કરવામાં આવ્યું હતું.
પ્રાણી કલ્યાણ કરવાની સાથે જ પ્રાણીઓથી માનવીમાં થનારા સંક્રમણને ટાળવા માટે પાલિકા દ્વારા ૨૬ ફેબ્રુઆરી, ૨૦૨૪થી પહેલી માર્ચ, ૨૦૨૪ દરમિયાન આ ઝુંબેશ અમલમાં મૂકવામાં આવી હતી. પાલિકાના દેવનાર કતલખાનાના ઉચ્ચ અધિકારી ડૉ. કલમપાશા પઠાણના જણાવ્યા મુજબ પાલિકાએ વર્લ્ડવાઈડ વેટરનરી સર્વિસેસ-મિશન રેબિસ સાથે મળીને પાલિકાના ક્ષેત્રમાં થાણે, નવી મુંબઈ અને પનવેલની હદને લાગીને આવેલા ૧૦ પ્રશાસકીય વિભાગમાં રખડતા શ્ર્વાનની રસીકરણની ઝુંબેશ હાથ ધરી હતી. પાંચ દિવસ દરમિયાન ૨૬,૯૫૧ શ્ર્વાનનું રસીકરણ કરવામાં આવ્યું છે.