આમચી મુંબઈ

થાણેમાં બની વિચિત્ર ઘટનાઃ પાંચમાં માળેથી શ્વાન પડ્યો ને બાળકીનો જીવ ગયો

થાણેઃ કહેવાય છે મોત ક્યારે કઈ દિશામાંથી કેવી રીતે આવે તે કોઈ કહી શકતું નથી. થાણેમાં એક પરિવાર સાથે આવું જ કંઈક થયું છે. હસતી રમતી તેમની ત્રણ વર્ષની દીકરી ઘડીભરમાં હતી ન હતી થઈ ગઈ અને તેનું કારણ પણ બહુ વિચિત્ર છે.

આ ઘટના મુંબ્રાના અમૃત નગર વિસ્તારની અહીં. અહીંના ચિરાગ બિલ્ડિંગના પાંચમા માળેથી અચાનક શ્ર્વાન નીચે પડી ગયો. પાંચમાં માળેથી પડેલા શ્વાનને ઈજા થઈ પણ તેનો જીવ બચી ગયો, પણ આ રસ્તા પરથી પસાર થતી એક ત્રણ વર્ષની બાળકીનો જીવ ગયો.

આ શ્વાન તે બાળકી પર પડ્યો અને બાળકી પડી ગઈ અને બેભાન થઈ ગઈ. પરિવાર તેને હૉસ્પિટલ લઈ ગયો, પણ તેનો જીવ ન બચી શક્યો. જણાવવામાં આવ્યું છે કે આ ત્યાંના રહેવાસી ઝૈદ સૈયદનો પાલતુ શ્વાન છે. તે પાંચમાં માળેથી કઈ રીતે પડી ગયો તે અંગે કોઈ માહિતી મળી નથી. શ્વાન થોડીવારમાં ભાનમાં આવ્યો અને તેને એનિમલ હૉસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button