આમચી મુંબઈ

મુંબઈ પાલિકાના ડૉક્ટરો નહીં જોડાય

રેસિડેન્ટ ડૉક્ટરો હડતાળ માટે મક્કમ

મુંબઈ: વિવિધ પડતર માગણીઓ સરકાર પૂરી ન કરતી હોવાના કારણે મુંબઈના રેસિડેન્ટ ડૉક્ટરોએ હડતાળ ઉપર જવાની જાહેરાત કરી છે. જોકે, આ હડતાળમાં મુંબઈ મહાનગરપાલિકાના ડૉક્ટરો નહીં જોડાય. જેના કારણે પાલિકા હૉસ્પિટલમાં દાખલ દરદીઓને હાલાંકી ભોગવવી નહીં પડે. પોતાની માગણીઓ પૂરી કરવાનું સરકાર માત્ર આશ્ર્વાસન આપતી હોવાનું કારણ આપીને રેસિડેન્ડ ડોક્ટરોના સંગઠન ‘માર્ડ’ દ્વારા ગુરુવારે સાંજે પાંચ વાગ્યાથી હડતાળ ઉપર જવાની જાહેરાત કરવામાં આવી છે. જોકે, બીએમસી માર્ડ દ્વારા તેમના ડૉક્ટર્સ હડતાળમાં નહીં જોડાય, તેવી સ્પષ્ટતા કરવામાં આવી છે. જેને પગલે પાલિકા અંતર્ગત આવતી કેઇએમ, નાયર, સાયન અને કૂપર મેડિકલ કૉલેજના રેસિડેન્ટ ડૉક્ટરો રાબેતા મુજબ પોતાની ફરજ બજાવશે. ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button