રેલવે મિનિસ્ટ પર ડોક્ટરો ખફાઃ વીડિયો ડિલિટ કરવાની નોબત આવી ગઈ…
મુંબઈઃ રેલવે મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવ અને તેમનો રેલ વિભાગ સોશિયલ મીડિયામાં ભારે એક્ટિવ રહે છે. પેસેન્જર સાથે કનેક્ટ રહેવા માટે ટ્વીટર અને ઈન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મ કામ આવે છે. રેલવેના વિવિધ કામની રીલ્સ પણ વાયરલ થતી હોય છે. અશ્વિની વૈષ્ણવ માત્ર સોશિયલ મીડિયામાં જ એક્ટિવ રહે છે તેવી તેમની ટીકા થાય છે અને તેઓ રેલ નહીં પણ રીલ મિનિસ્ટર છે, તેમ પણ લોકો તેમને કહે છે.
આ પણ વાંચો : Good News: આવતીકાલથી પશ્ચિમ રેલવેમાં 13 એસી લોકલ ટ્રેનની સર્વિસ વધશે…
હાલમા તેઓ પોતાના આવા જ એક વીડિયોને લીધે ભીંસમાં આવ્યા છે. આ વીડિયો આમ્રપાલી એક્સપ્રેસનો છે. એક 70 વર્ષીય પ્રવાસીની તબિયત કથિત રીત ખરાબ થતાં ટીટીએ તેને સીપીઆર આપવાની શરૂઆત કરી હતી અને આ વીડિયો શેર કરી વૈષ્ણવે તેને લાઈફસેવર જણાવ્યો હતો.
આ વીડિયો વાયરલ થતાં ડૉક્ટરો નારાજ થયા હતા અને વૈષ્ણવ પણ ટ્રોલ થયા હતા. એક ડોક્ટરે તેમની ટ્વીટ ડિલિટ કરવાની માગણી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે હોશમાં હોય તે દરદીને સીપીઆર આપી શકાય નહીં. આ સાથે ટીટી જે રેતી તેની છાતી પર દબાણ આપે છે તે ખોટું છે. આ દરદીને નુકસાનકારક સાબિત થઈ શકે છે. તેની પાંસળીઓને નુકસાન થઈ શકે છે.
માત્ર ભારત નહીં અમેરિકાના એક ડોક્ટરે પણ કહ્યું હતું કે મને વિશ્વાસ નથી આવતો કે મારે આ સમજાવવું પડે છે કે કોઈ દિવસ જાગતી વ્યક્તિને સીપીઆર આપી શકાય નહીં.
આ પણ વાંચો : આવતીકાલે CMનું સસ્પેન્સ ખુલશે: શિંદે-સેના
ડોક્ટરોના આવા રિએક્શન બાદ આ વીડિયો ડિલિટ કરવાની નોબત આવી ગઈ હતી.