મુંબઇ કોર્ટનો આદેશ,મુંબઇમાં હવે આટલા કલાક જ ફટાકડા ફોડી શકાશે…
મુંબઇ: દિવાળી પર ફટાકડા ફોડવા અંગે બોમ્બે હાઈકોર્ટે આજે મહત્વનો આદેશ આપ્યો હતો. હવે મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં દિવાળી પર માત્ર બે કલાક જ ફટાકડા ફોડી શકાશે. કોર્ટે કહ્યું હતું કે દિવાળી પર રાત્રે 8 થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે. અગાઉ કોર્ટે 7 થી 10 વાગ્યા સુધી 3 કલાકની પરવાનગી આપી હતી, પરંતુ વાયુ પ્રદૂષણને ધ્યાનમાં રાખીને કોર્ટે નવી સમય મર્યાદા નક્કી કરી છે.
બોમ્બે હાઈકોર્ટે કમિટી બનાવવાનો આદેશ આપ્યો છે. જેમાં આઇઆઇટીના લોકો પણ ભાગ લેશે. આ ટીમ વાયુ પ્રદૂષણ પર નજર રાખશે અને આગામી દિવસોમાં રિપોર્ટ તૈયાર કરીને કોર્ટમાં રજૂ કરશે.
આ ઉપરાંત મુખ્ય પ્રધાન શિંદે એ નવ નવેમ્બરના રોજ એક બેઠક બોલાવી હતી અને બીએમસીના અધિકારીઓ અને સામાન્ય જનતાને અપીલ કરી હતી કે તમામ લોકોએ સાથે મળીને પ્રદૂષણ ઘટાડવા માટે થોડી જહેમત કરવી પડશે જેથી મુંબઇની હાલત ભવિષ્યમાં દિલ્હી જેવી ના થાય.