થાણેમાં દિવ્યાંગ મહિલાને ધમકાવવા બદલ ત્રણ સામે ગુનો

થાણે: થાણે જિલ્લાના એક ગામમાં સરકાર દ્વારા ફાળવવામાં આવેલો સ્ટોલ ચલાવતી શારીરિક રીતે અક્ષમ મહિલાને ધમકાવવા અને તેને ગાળો ભાંડવા બદલ ત્રણ જણ સામે ગુનો દાખલ કરાયો હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
મહિલાની ફરિયાદને આધારે પોલીસે આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા અને રાઇટ્સ ઓફ પર્સન્સ વિથ ડિસેબિલિટીસ એક્ટ, 2016 હેઠળ ગુનો દાખલ કર્યો હતો.
49 વર્ષની દિવ્યાંગ મહિલા પ્રહાર દિવ્યાંગ ક્રાંતિ સંગઠનના થાણે જિલ્લા યુનિટની પ્રમુખ છે અને રાજ્ય સરકારે ફાળવેલો સ્ટોલ ચલાવે છે. મહિલાએ આક્ષેપ કર્યો હતો કે આરોપી રામદાસ ખોત 15 માર્ચે તેના સ્ટોલ પર આવ્યો હતો અને તેણે અપશબ્દો કહી તેને ધમકી આપી હતી. ઉપરાંત તેને પ્રહાર દિવ્યાંગ ક્રાંતિ સંગઠન સાથે સંબંધ તોડી નાખવાની ચેતવણી આપી હતી.
આ પણ વાંચો: આકાશ મારી પાંખમાં : દિવ્યાંગોની દુનિયા
આરોપી રામદાસ ખોતે ફરિયાદી મહિલાને ધમકી આપી હતી કે મારા સાથીદારો કૃષ્ણા શિંદે અને રિઝવાન સૈયદ તારા ઘરે આવશે અને તારા પર શારીરિક હુમલો કરશે.
પોલીસે આ પ્રકરણે તપાસ આદરી હોઇ હજી સુધી કોઇની ધરપકડ કરવામાં આવી નથી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
(પીટીઆઇ)