આમચી મુંબઈ

પશ્ર્ચિમ રેલવેમાં હાલાકી પ્રવાસીઓ વૈકલ્પિક પરિવહન તરફ વળ્યા

ખાનગી કંપનીઓ દ્વારા કર્મચારીઓને ‘વર્ક ટુ હોમ’ની છૂટ

મુંબઈ: પશ્ર્ચિમ રેલવેના ખારથી ગોરેગાંવ સ્ટેશનો વચ્ચે છઠ્ઠી લાઇનનું કામ તેજ ગતિએ ચાલી રહ્યું છે, જેને કારણે દરરોજ ૩૧૬ લોકલ ટ્રેનો રદ કરવાની જાહેરાત કરાઇ છે. આ કારણે લોકલમાં મુસાફરોની ભીડ ખૂબ જ વધી ગઈ હતી. આમાંથી બહાર નીકળવા માટે પશ્ર્ચિમ રેલવેના મુસાફરોએ મોટી સંખ્યામાં વૈકલ્પિક પરિવહનનો ઉપયોગ કર્યો હતો. જો કે, ઘણી ખાનગી કંપનીઓએ કર્મચારીઓને ઘરેથી કામ કરવાની મંજૂરી આપી હોવાથી ટ્રેનમાં સામાન્ય કરતાં ઓછી ભીડ જોવા મળી હતી.

પશ્ર્ચિમ રેલવે પર છઠ્ઠી લાઇન, રેલવે ટ્રેકને જોડવા અને અન્ય કામો માટે ૧૧ દિવસનો બ્લોક લેવામાં આવ્યો છે, જેમાં ૨,૫૨૫ લોકેલ રદ કરવાની જાહેરાત કરાઇ છે. શુક્રવાર, શનિવાર અને સોમવારે તેની અસર જોવા મળી હતી. જીવલેણ મુસાફરી પછી, મુસાફરોએ પરિવહનના વૈકલ્પિક માર્ગો પસંદ કરવાનું શરૂ કર્યું છે.

મેટ્રો-૨એ અને મેટ્રો-૭માં
પ્રવાસીઓની સંખ્યા અઢી લાખને પાર
મુંબઇ: ‘દહિસર – અંધેરી-૨એ’ અને દહિસર – ગુંદવલી મેટ્રો-૭ રૂટ પર મુસાફરોની સંખ્યા અઢી લાખ સુધી પહોંચતા, આ બંને માર્ગોએ એક મહત્ત્વપૂર્ણ તબક્કો પાર કર્યો છે. મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ)ના ૩૩૭ કિમીના મેટ્રો પ્રોજેક્ટના મેટ્રો-૨એ અને મેટ્રો-૭ લાઇનનો પ્રથમ તબક્કો એપ્રિલ ૨૦૨૨માં શરૂ કરવામાં આવ્યો હતો, જ્યારે બીજો તબક્કો ૧૯ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ શરૂ કરવામાં આવ્યો હતો. પ્રથમ તબક્કામાં આ રૂટ પર દરરોજ સરેરાશ ૩૦,૫૦૦ મુસાફરો મુસાફરી કરતા હતા. જો કે, બીજા તબક્કાની સેવામાં મૂકવામાં આવ્યા બાદ, મુસાફરોની સંખ્યા દિવસેને દિવસે વધવા લાગી. જાન્યુઆરી ૨૦૨૩માં મુસાફરોની સંખ્યા પ્રતિદિન ૧,૬૦,૦૦૦ પર પહોંચી ગઇ. જૂનના અંત સુધીમાં દૈનિક મુસાફરોની સંખ્યા બે લાખને પાર કરી ગઈ હતી. હવે ઑક્ટોબરના અંતે એટલે કે ૩૦ ઑક્ટોબર, સોમવારે રોજના મુસાફરોની સંખ્યા અઢી લાખને આંબી ગઈ છે. હાલમાં, પશ્ર્ચિમ રેલવે લાઇન પર મુંબઈ સેન્ટ્રલ – બોરીવલી વચ્ચે છઠ્ઠી લાઇનના કામ માટે શુક્રવારથી બ્લોક લેવામાં આવી રહ્યા છે. જેના કારણે ઘણી લોકલ ટ્રેનો કેન્સલ કરવામાં આવી છે. જેના કારણે મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત