વિધાન સભ્યની ગેરલાયકાતનો વિવાદ
SCની સુનાવણી પહેલા રાહુલ નાર્વેકર દિલ્હી જવા રવાના
મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકર રવિવારે નવી દિલ્હી જવા રવાના થયા હતા. દિલ્હીમાં તેઓ સોલિસિટર જનરલ તુષાર મહેતા અને અન્યોની મુલાકાત કરશે. 17 ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટે નાર્વેકરને શિવસેનાના બંને જૂથો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીઓ પર નિર્ણય લેવા માટે સમયમર્યાદા આપવા માટે છેલ્લી તક આપી હતી.
શિવસેના પક્ષમાં વિભાજન બાદ એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળના જૂથો દ્વારા એકબીજાના જૂથના ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા માટે અરજીઓ દાખલ કરવામાં આવી હતી. સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે ગેરલાયકાતની અરજીઓનો ઝડપથી નિર્ણય કરવો પડશે. તેમણે કેસની આગામી સુનાવણી માટે 30 ઓક્ટોબરની તારીખ નક્કી કરી હતી.
દિલ્હી જતા સમયે નાર્વેકરે મુંબઈ એરપોર્ટ પર પત્રકારોને જણાવ્યું હતું કે, “દિલ્હીમાં કેટલીક બેઠકો નિર્ધારિત છે, જેમાં સોલિસિટર જનરલ સાથેની એક બેઠકનો સમાવેશ થાય છે.” દિલ્હીની આ યાત્રા પૂર્વ આયોજિત છે.
શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જૂથ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના શરદ પવાર જૂથ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીઓ પર સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની છે. આ અરજીઓમાં કેટલાક વિધાન સભ્યો સામે દાખલ કરવામાં આવેલી ગેરલાયકાતની અરજીઓ પર વહેલી તકે નિર્ણય લેવા નાર્વેકરને નિર્દેશ આપવા વિનંતી કરવામાં આવી છે.
નાર્વેકરે જણાવ્યું હતું કે ‘હું કાનૂની સલાહ લઈશ અને પછી તેના પર નિર્ણય લઈશ.’ જ્યારે NCPના વિધાન સભ્યોને ગેરલાયકાતની અરજીઓ પર મોકલવામાં આવેલી નોટિસ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે, ‘તે કાર્યવાહીનો એક ભાગ હતો. અયોગ્યતાની અરજીઓની તપાસ પૂર્ણ થયા બાદ મેં નોટિસ જારી કરી હતી.
ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી બેન્ચે 17 ઓક્ટોબરે કહ્યું હતું કે, ‘અમે વધુ સમય લેવા બાબતે ખુશ નથી. સોલિસિટર જનરલે કહ્યું છે કે દશેરાની રજાઓ દરમિયાન, તેઓ ચોક્કસ મોડસ ઓપરેન્ડી સૂચવવા માટે વિધાનસભાના અધ્યક્ષ સાથે વ્યક્તિગત રીતે વાત કરશે