આમચી મુંબઈમહારાષ્ટ્ર

RSS બાદ હવે VHPએ જતાવી નારાજગીઃ મહારાષ્ટ્ર સરકારનો આ નિર્ણય ન ગમ્યો

RSS બાદ હવે VHP ભાજપથી નારાજ થઇ હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. રાજ્ય સરકારે ‘વક્ફ’ બોર્ડને મજબૂત કરવા માટે દસ કરોડ રૂપિયાનું ભંડોળ ફાળવ્યું છે. વિશ્વ હિન્દુ પરિષદ(VHP)એ આ નિર્ણયનો વિરોધ કર્યો છે. આ મુદ્દે આક્રમક બનીને વિશ્વ હિન્દુ પરિષદે સરકારને ભીંસમાં લીધી હતી. VHPના કોંકણ પ્રાંતના મંત્રી મોહન સાલકરે કહ્યું છે કે જો સરકાર આ નિર્ણય પર પુનર્વિચાર નહીં કરે તો રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. VHP નેતા ટૂંક સમયમાં આ અંગે રાજ્યપાલ અને મુખ્ય પ્રધાનને મળશે. ભાજપ શિવસેનાની રાજ્ય સરકારને હિન્દુત્વની વારસદાર કહેવી જોઈએ કે નહીં? હિંદુ ધર્મની ધરોહરનો દાવો કરતી સરકારે વકફ બોર્ડને કરોડોનું ફંડ આપવાનું નક્કી કર્યું તે દુર્ભાગ્યપૂર્ણ છે.

વિશ્વ હિંદુ પરિષદે શિવસેના અને ભાજપના મહાગઠબંધનને ચેતવણી આપી છે કે જો સરકાર દ્વારા વક્ફ બોર્ડને મજબૂત કરવા માટે જાહેર કરાયેલ રૂ. 10 કરોડનો ભંડોળ રદ કરવામાં નહીં આવે તો આગામી ચૂંટણીમાં તેને હિંદુઓના રોષનો સામનો કરવો પડશે.

આ એક જૂનો વિવાદ છે. વર્ષ 2007માં જ્યારે મહારાષ્ટ્રમાં કોંગ્રેસની સરકાર હતી, ત્યારે તત્કાલિન મુખ્ય પ્રધાન વિલાસરાવ દેશમુખના કાર્યકાળ દરમિયાન કેન્દ્ર સરકારે વકફ બોર્ડને આર્થિક સહાય આપવાનું વચન આપ્યું હતું. આ વચનને પૂર્ણ કરીને વકફ બોર્ડને મજબૂત કરવા માટે વર્ષ 2024-25માં 10 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે, જેમાંથી રાજ્ય સરકારના લઘુમતી વિભાગે 10 જૂને રૂ.2 કરોડ આપ્યા છે.

“સરકારમાં સ્કીમ કોણ બનાવે છે. જે પાર્ટી સત્તા પર હોય છે તે સ્કીમ બનાવે છે, તો કરોડો રૂપિયાની સંપત્તિ ધરાવતા વકફ બોર્ડને ચૂકવવાની શી જરૂર છે?” વકફ બોર્ડની રચના પોતે જ ગેરકાયદેસર છે.. મુસ્લિમોના તુષ્ટિકરણની નીતિના આધારે મુસ્લિમોને ખુશ કરવા કોંગ્રેસે વકફ બોર્ડની સ્થાપના કરી હતી. અત્યારે પણ મહારાષ્ટ્ર સરકારે મુસ્લિમોને ખુશ કરવા માટે વક્ફ બોર્ડને દસ કરોડ રૂપિયા આપ્યા છે, એમ જણાવતા VHPએ સવાલ પૂછ્યો છે કે હિન્દુ સમાજ આ બધું ક્યાં સુધી સહન કરશે.

વિશ્વ હિંદુ પરિષદે એવો પણ આરોપ લગાવ્યો છે કે સરકાર હિંદુ મંદિરો જપ્ત કરે છે અને ત્યાં પૈસા લઇને તે પૈસા વક્ફ બોર્ડને આપે છે અને જ્યારે હિંદુ સમુદાય હિંદુ મંદિરને રાજકીય હસ્તક્ષેપથી મુક્ત કરવાની માંગ કરે છે ત્યારે સરકાર તેની અવગણના કરે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો