આમચી મુંબઈમનોરંજન

અમારા ઘરે લક્ષ્મીજી પધાર્યા

મુંબઇઃ આખરે એ ક્ષણ આવી ગઈ જેની ચાહકો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા. બુધવારે અભિનેત્રી દિશા પરમાર અને ગાયક રાહુલ વૈદ્યના ઘરે નાનકડી પરીનો જન્મ થયો છે. બંને પોતાના પહેલા સંતાનને લઈને ખૂબ જ ખુશ છે. સારા સમાચાર સામે આવ્યા પછી ચાહકો કપલને અભિનંદન આપી રહ્યા છે.

કપલે આ સમાચાર સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. રાહુલ વૈદ્યએ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પેજ પર લખ્યું, “લક્ષ્મીજી આવી ગયા, અમને એક બાળકીનો આશીર્વાદ મળ્યો! માતા અને બાળક બંને સ્વસ્થ છે! અમે અમારા ડૉક્ટર ધ્રુપ્તિ દેધિયાનો આભાર માનીએ છીએ, જેમણે ગર્ભધારણથી જન્મ સુધી બાળકની સંભાળ લીધી. અમારા પરિવારનો પણ ખાસ આભાર! કૃપા કરીને અમારી બાળકીને આશીર્વાદ આપો.

લોકપ્રિય ટીવી અભિનેત્રી દિશા પરમાર અને તેના પતિ રાહુલ વૈદ્ય પ્રેગ્નન્સીની જાહેરાતથી જ સમાચારમાં હતા. દિશાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે ડિલિવરી પછી ચોક્કસ બ્રેક લેશે પરંતુ કામ છોડશે નહીં. દિશાએ ઘણી ટીવી સીરિયલ્સમાં કામ કર્યું છે. અભિનેત્રીએ ટીવી પર ‘પ્યાર કા દર્દ હૈ મીઠા મીઠા પ્યારા પ્યારા’ થી અભિનયની શરૂઆત કરી હતી, ત્યારથી દિશા પોતાના અભિનયથી લોકોના દિલ જીતી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button