રાજ્યમાં ‘સેન્ટ્રલ વિસ્ટા’ શૈલીના નવા વિધાનભવનની ચર્ચા
મુંબઈ: જુલાઈ મહિનાના પ્રારંભમાં વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે વિધાનભવનની નવી ઈમારત માટે સૂચન કરી ’સેન્ટ્રલ વિસ્ટા’ના ધોરણે નવું વિધાન ભવન તૈયાર કરવા જણાવ્યું હતું. મતદાર સંઘોની પુનર્રચના થયા પછી અત્યારની જગ્યા નાની પડશે એ કારણે નવા વિધાન ભવનની જરૂરિયાત હોવાની રજૂઆત કરવામાં આવી હતી. આ જ વાતનો પુનરોચ્ચાર દેવેન્દ્ર ફડણવીસે રવિવારે કર્યો હતો. નવા વિધાન ભવનની જરૂરિયાત માટે કારણો આપવામાં આવ્યા છે. છેલ્લી પુનર્રચના ૨૦૦૨માં કરવામાં આવી હતી. ૨૦૦૧ની જનગણનાના આધારે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. નવી વસતી ગણતરી હજી થવાની બાકી છે. મતદાર સંઘોની પુનર્રચના ૨૦૨૬માં અપેક્ષિત છે. એ થયા પછી લોકસભા તેમજ રાજ્યની વિધાનસભા બેઠકોની સંખ્યા પણ વધશે. વધુ બેઠકોને કારણે બેસવાની વ્યવસ્થાની સમસ્યા ઊભી થઈ શકે છે. એ સિવાય નવી જરૂરિયાતોનું પણ નિર્માણ થશે. સંસદની નવી ઈમારત આ જરૂરિયાતમાંથી જ નિર્માણ થઈ છે. મહારાષ્ટ્રમાં તો વિધાનસભા અને વિધાન પરિષદ એવી દ્વિગૃહી રચના છે.
મહારાષ્ટ્રમાં મુંબઈ અને નાગપુરમાં વિધાન ભવન છે. મુંબઈની જૂની ઈમારત ૧૮૭૬માં બાંધવામાં આવી હતી. ૧૯૮૧માં વિધાન ભવનની નવી ઈમારત અસ્તિત્વમાં આવી. ૧૯૯૩માં વિધાન ભવનની વિસ્તારિત ઈમારતનું બાંધકામ કરવામાં આવ્યું. નાગપુરમાં વિધાન ભવનની ઈમારત ૧૯૧૪માં બાંધવામાં આવી હતી. ૧૯૯૯૩માં વિધાનસભાની વિસ્તારિત ઈમારતનું બાંધકામ કરવામાં આવ્યું હતું. હવે નાગપુરમાં પણ
વિધાન ભવનની નવી ઈમારત અંગે હિલચાલ શરૂ થઈ ગઈ છે.