લાંચના કેસમાં પુરાતત્વ વિભાગના ડિરેક્ટર સસ્પેન્ડ
મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારે એન્ટી કરપ્શન બ્યુરો (ACB)ના નાશિક એકમ દ્વારા તપાસ કરી રહેલા લાંચના કેસમાં કથિત સંડોવણી બદલ મહારાષ્ટ્ર પુરાતત્વ અને સંગ્રહાલયના ડિરેક્ટર તેજસ મદન ગર્ગેને સસ્પેન્ડ કર્યા છે. સરકારે વિભાગને તાજેતરના ભૂતકાળમાં ગર્ગે દ્વારા લીધેલા નિર્ણયોનું ઓડિટ કરવા અને ભ્રષ્ટાચારને રોકવા માટે નીતિ ઘડવાનો નિર્દેશ પણ આપ્યો છે.
ગયા મહિને, એસીબીના નાશિક યુનિટે મદદનીશ નિર્દેશક આરતી આળે (૪૧)એ તેના નિવાસસ્થાને ₹૧.૫ લાખની લાંચ લેતા તેની સામે ગુનો નોંધ્યો હતો. તપાસ દરમિયાન, એજન્સીને ગર્ગેની સંડોવણી હોવાની માહિતી મળી. આગોતરા જામીન માટે કોર્ટમાં ગયેલા ગર્ગે ઘટના બાદથી ફરાર છે.
સાંસ્કૃતિક બાબતોના વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે સાંસ્કૃતિક બાબતોના પ્રધાન સુધીર મુનગંટીવારે મંગળવારે ૧૬ મેથી પૂર્વદર્શી અસરથી ગર્ગેને સસ્પેન્ડ કર્યા હતા. તેમની સામે આંતરિક વિભાગીય તપાસ પણ હાથ ધરવામાં આવશે .
ફરિયાદી નાશિકમાં શરૂ કરવા ઇચ્છતા ફેક્ટરી યુનિટ માટે આળેએ કથિત રીતે ₹ ૧.૫ લાખની લાંચ માંગી હતી. ફરિયાદના આધારે એસીબીએ આલેને તેના નાસિકના નિવાસસ્થાને લાંચ લેતા રંગે હાથે પકડી હતી.
|
એસીબી યુનિટે આળેને ગર્ગેને પૈસા વિશે જાણ કરવા માટે કોલ કરવા કહ્યું અને તેણે રોકડ આળે પાસે રાખવાનો નિર્દેશ આપ્યો. ગર્ગેની આગેવાની હેઠળની મુંબઈની મુખ્ય કચેરી દ્વારા એનઓસી મંજૂર કરવામાં આવી હતી. એસીબીએ માનવતાના ધોરણે આળેની ધરપકડ કરી નથી કારણ કે ગયા મહિને દરોડા પાડવામાં આવ્યા તેના આઠ દિવસ પહેલા તેણે બાળકને જન્મ આપ્યો હતો.
Also Read –