આમચી મુંબઈ

‘ડિલાઈલ બ્રિજ’ આજથી ખુલ્લો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી તે લોઅર પરેલમાં આવેલા ડિલાઈલ પુલને આજથી વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવવાનો હોવાની જાહેરાત મુંબઈ મહાનગરપાલિકાએ કરી છે. પાલક પ્રધાનના હસ્તે ગુરુવાર સાંજના છ વાગે તેનું લોકાપર્ણ કરવાની સાથે જ પુલ પર એસ્કેલેટર બેસાડવા માટેનું ભૂમિપૂજન પણ કરવામાં આવવાનું છે.

દક્ષિણ મુંબઈને જોડવા માટે ટ્રાફિક માટે મહત્ત્વનો પર્યાય ગણાતા લોઅર પરેલમાં આવેલા ડિલાઈલ પુલનું નાનું મોટુ કામ બાકી હતું તેને પતાવીને ગુરુવારથી તેને ખુલ્લો મૂકવામાં આવતા હવે પુલની બંને દિશામાંથી વાહનવ્યવહાર ચાલુ થવાને કારણે દક્ષિણ મુંબઈના પ્રવાસીઓ અને નાગરિકોને રાહત થવાની છે.

એન.એમ. જોશી માર્ગ પર ડિલાઈલ પુલમાં બંને દિશામાં ત્રણ-ત્રણ લેન તો ગણપતરાવ કદમ માર્ગ પર બંને દિશામાં બે-બે લેનને કારણે ટ્રાફિકની સમસ્યાથી રાહત મળવાની છે. જૂના પુલની સરખામણીમાં ગણપતરાવ કદમ માર્ગ અને એન.એમ.જોશી માર્ગ પર વધારાની લેનનો પર્યાય ઉપલબ્ધ થવાથી વાહનવ્યવહાર વધુ ઝડપી બનશે. નવા બાંધવામાં આવેલા પુલમાં ચાર જગ્યાએ દાદરા અને બે જગ્યાએ એસ્કેલેટર લગાડવામાં આવવાના છે. સર્વિસ રોડની પહોળાઈ વધી હોવાથી તેમ જ પુલની નીચે ખુલ્લી જગ્યા હોવાને કારણે દાદરા માટે પણ જગ્યા વધુ રહેશે. ડિલાઈલ પુલના બાંધકામમાં રેલવે પરિસરને જોડીને રહેલા એન.એમ.જોશી માર્ગ પર અપ અને ડાઉન એમ બંને દિશામાં ગર્ડર નાંખવાનું કામ ઑગસ્ટ, ૨૦૨૩માં પૂરું કરવામાં આવ્યું હતું. ત્યારબાદ માસ્ટિક રૅમ્પ, કૉંક્રિટીકરણ, સ્ટ્રીટલાઈટના કામ હાથમાં લેવામાં આવ્યા હતા. છેલ્લા તબક્કામાં ડામરીકરણનું કામ ચાલતું હતું, જે ૧૦ નવેમ્બર, ૨૦૨૩ના પૂરું થયું હતું.

રોમન લિપીમાં ‘ટી’ આકારનો રહેલો ડિલાઈલ પુલનો લોઅર પહેલ સ્ટેશનના પશ્ર્ચિમ દિશામાં ગણપતરાવ કદમ માર્ગથી એન.એમ.જોશી માર્ગ એમ વાહનવ્યવહારને પર્યાય આપવાની લેન આ પહેલા જૂનમાં ખુલ્લી મૂકવામાં આવી હતી. ત્યારબાદ લોઅર પરેલના ડિલાઈલ પુલની બીજી લેનનું કામ ૧૮ સપ્ટેમ્બર, ૨૦૨૩ના પૂરું કરવામાં આવ્યું હતું, જે લોઅર પરેલને કરી રોડ સાથે જોડે છે, તેને ગણેશોત્સવમાં ખુલ્લી મૂકવામાં આવ્યું હતું. બીજી લેનનું કામ પણ હવે પૂરું થયું હોવાથી ગુરુવાર, ૨૩ નવેમ્બર, ૨૦૨૩થી સંપૂર્ણ પુલ ટ્રાફિક માટે ખુલ્લો મૂકાશે.

૨૦૧૮માં પુલ બંધ કરવામાં આવ્યો હતો

આઈઆઈટી-બોમ્બેએ જુલાઈ, ૨૦૧૮માં ડિલાઈલ પુલને જોખમી જાહેર કરતા તેને ટ્રાફિક માટે બંધ કરવામાં આવ્યો હતો. ફેબ્રુઆરી ૨૦૧૯માં રેલવે ભાગમાં રહેલા પુલના બાંધકામને તોડી પાડવામાં આવ્યો હતો. પશ્ર્ચિમ રેલવેના ભાગમાં સપ્ટેમ્બર, ૨૦૧૯માં કામની શરૂઆત થઈ હતી. પાલિકાના વિસ્તારમાં ફેબ્રુઆરી, ૨૦૨૦માં કામની શરૂઆત થઈ હતી. જૂન ૨૦૨૨માં પશ્ર્ચિમ રેલવે મારફત પહેલો ગર્ડર નાખવામાં આવ્યો હતો. ઑક્ટોબર, ૨૦૨૨માં પશ્ર્ચિમ રેલવે મારફત બીજો ગર્ડર નાખવામાં આવ્યો હતો.

ગર્ડર બેસાડવાનું પડકારજનક કામ

લોઅર પરેલના પુલના પુન:બાંધકામના કામમાં ૯૦ મીટર લંબાઈનો અને ૧,૧૦૦ ટન વજનના બે ગર્ડર એ પશ્ર્ચિમ રેલવેના પાટા ઉપરથી નાખવો એ સંપૂર્ણ પ્રોજેક્ટમાં સૌથી મોટું પડકારજનક કામ હતું. ત્યારબાદ દક્ષિણ દિશા તરફનો ભાગ તોડી પાડવા માટે ઑક્ટોબર, ૨૦૨૨માં પાલિકાને સોંપવામાં આવ્યો હતો. પશ્ર્ચિમ રેલવેએ આ ઠેકાણે ૨૨ જૂન, ૨૦૨૨ના રોડ પહેલા સ્ટીમ ગર્ડર તો બીજો ગર્ડર ઑક્ટોબર, ૨૦૨૨માં બેસાડ્યો હતો. કોવિડ મહામારીમાં લોકડાઉન દરમિયાન પણ પુલનું કામ ચાલુ જ રાખવામાં આવ્યું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ…