આમચી મુંબઈ

દુવિધા કે સુવિધાઃ મલાડ સ્ટેશને બનાવાશે આ કારણથી સ્ટીલનું પ્લેટફોર્મ

મુંબઈ: મલાડ સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક માટે હંગામી ધોરણે મહત્ત્વના ફેરફાર કરવામાં આવ્યો છે. તેથી વિરાર દિશા તરફ જતી વખતે પ્રવાસીઓને ડાબી બાજુના બદલે જમણી બાજુએ ચઢવું અને ઊતરવું પડે છે. પ્રવાસીઓને થતી અસુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ આ સ્ટેશન પર હંગામી ધોરણે નવું સ્ટીલનું પ્લેટફોર્મ બનાવવાનો નિર્ણય લીધો છે. તેથી વિરાર દિશા તરફ પ્રવાસ કરનારાઓ મલાડ સ્ટેશને બન્ને બાજુથી ઊતરી શકશે. લોકલ ટ્રેનમાંથી ઝડપથી પેસેન્જરની એક્ઝિટ અને અન્ય પ્રવાસીઓને ચઢી શકવાની સુવિધા મળશે. આ ઉપરાંત, પ્લેટફોર્મ પરથી ભીડમાં પણ ઘટાડો કરવામાં મદદ મળી શકશે.

ગોરેગાંવથી કાંદિવલી સ્ટેશન દરમિયાન છઠ્ઠી લાઇનના કામને કારણે નવું પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે. મલાડમાં ટ્રેનમાં ચઢવા અને ઊતરવા માટે અમુક ફેરફાર કરાયા છે. તેથી પ્રવાસીઓને હાલાકી સહન કરવી પડે છે. પશ્ચિમ રેલવેએ આ માટે અમુક યોજના બનાવી છે જેમાં નવા પ્લેટફોર્મ બનાવવા, લોકલ ઊભી રહે તે જગ્યાએ અમુક ફેરફાર કરવાનો સમાવેશ થાય છે. મલાડ સ્ટેશન પર રોજ અંદાજે સવા લાખ પ્રવાસીઓની અવરજવર હોય છે.

હંગામી પ્લેટફોર્મ બનાવવાને મંજૂરી

  • પશ્ચિમ રેલવેના અધિકારીએ આપેલી માહિતી અનુસાર હાલમાં યોજાયેલી બેઠકમાં મલાડમાં હંગામી પ્લેટફોર્મ બનાવવાને મંજૂરી આપવામાં આવી છે. આગામી બેથી ત્રણ મહિનામાં સ્ટીલનું સ્ટેશન બનાવવામાં આવશે.
  • પ્રવાસીઓ પ્લેટફોર્મના બન્ને બાજુ ઊતરી શકશે.
  • અપ અને ડાઉન તરફ જતી ટ્રેનો એક જ સમયે પ્લેટફોર્મ પર આવ્યા બાદ ભીડ થતી હતી.
  • પરિણામે પ્રવાસીઓને ફૂટ ઓવર બ્રિજ અને અન્ય સુવિધા સુધી પહોંચવામાં ત્રાસ થતો હતો.
  • રેલવેની નવી યોજના અનુસાર હવે આ ટ્રેન હવે થોડા અંતરે ઊભી રહેશે.
  • ટાઇમટેબલમાં પણ અમુક ફેરફાર કરવામાં આવશે. તેથી સ્ટેશન પર થતી ભીડ ટાળી શકાશે
Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત