જ્યોતિશસાસ્ત્રનો અભ્યાસ શરૂ કર્યો શરદ પવારના વિધાનસભ્યએ?
જાણો શા માટે આમ કહ્યું અજિત પવાર જૂથના પ્રવક્તાએ
મુંબઈ: મહાયુતિમાં ભંગાણ પડી રહ્યું છે તેવી ચર્ચા અજિત પવાર જૂથ દ્વારા છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા તૂટી પડી તેના વિરોધમાં યોજવામાં આવેલા મૂક વિરોધ પ્રદર્શન બાદ જાગી હતી. શરદ પવાર જૂથના વિધાનસભ્ય રોહિત પવારે પણ આ વિવાદ વિશે ટ્વીટ કર્યું હતું, જેને પગલે અજિત પવાર ત્રીજો મોરચો ખોલશે તેવા અહેવાલો વહેતા થયા હતા.
આ પણ વાંચો: ‘મારું રાજીનામું ન માગે તો થાય છે અપચો’: ફડણવીસ થયા આક્રમક
જોકે, આ અંગે રોહિત પવારને તેમ જ ત્રીજો અજિત પવાર ત્રીજો મોરચો ખોલશે તેવી વાતો ફેલાવનારાઓને અજિત પવાર જૂથ દ્વારા વળતો જવાબ આપવામાં આવ્યો છે. અજિત પવાર જૂથના પ્રવક્તા આનંદ પરાંજપેએ રોહતિ પવારની ટીકા કરતા કહ્યું હતું કે શરદ પવારના પક્ષમાં જયંત પાટીલ પણ રોહિત પવારને વધુ મહત્ત્વ આપતા નથી એટલે તેમની પાસે ખૂબ જ ફાજલ સમય હોય છે.
આ પણ વાંચો: મહાયુતિ સરકાર પર સંકટ?
રોહિત પવાર જ્યોતિષ શાસ્ત્રનો અભ્યાસ કરે છે?
આનંદ પરાંજપેએ રોહિત પવારની ટીકા કરતા જણાવ્યું હતું કે તેમની પાસે ખૂબ જ નવરાશનો સમય હોય તેવું જણાય છે. તેમણે જ્યોતિષશાસ્ત્રનો અભ્યાસ શરૂ કર્યો છે કે શું એ મને નથી ખબર. તે કહે છે તેવી રાષ્ટ્રવાદી કૉંગ્રેસની ભૂમિકા નથી. અમે મહાયુતિની સાથે રહીને જ ચૂંટણી લડીશું. મહાયુતિના પક્ષોમાં ખૂબ જ સારો સમન્વય છે. જ્યારે અજિત પવાર પોતે ભૂમિકા સ્પષ્ટ કરે છે ત્યારે બીજા કોઇએ કંઇ બોલવાની જરૂર નથી.